કુપોષિત બાળકોને દત્તક લેવા, પ્રોટિન પેકેટનું વિતરણ સહિતનાં કાર્યક્રમ
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનાં 67 માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી, જેમાં સંગઠન નાં મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીમ્ભા, ભરતભાઈ ગાજીપરા, જ્યોતિબેન વાછાણી, પુર્વ મેયર ધીરુભાઈ ગોહિલ સહિતનાં હાજર રહ્યાં હતાં.પ્રદેશ અધ્યક્ષનાં જન્મદિવસ નિમિત્તે ભાજપા જૂનાગઢ મહાનગરનાં હોદ્દેદારો અને કાર્યકરોએ જૂનાગઢ મહાનગરનાં કુપોષિત બાળકોને દત્તક લેવાની તૈયારી બતાવી હતી અને સંપૂર્ણ તંદુરસ્ત નાં થાય ત્યા સુધી તેમની જવાબદારી લીધી હતી, સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ નાં જન્મદિવસ નિમિત્તે દરેક મોરચા દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુવા મોરચા દ્વારા છાસ વિતરણ, સ્લમ વિસ્તારમાં નાસ્તા વિતરણ, બક્ષીપંચ મોરચા દ્વારા 100 બાળકોને પ્રોટીન પેકેટ નું વિતરણ, મહિલા મોરચા દ્વારા સ્લમ વિસ્તારમાં સેનેટરી પેડ વિતરણ, રેડક્રોસ ખાતે આયુષ્યમાન યોજના કાર્ડ ઇ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ, અનુ. જાતિ મોરચા દ્વારા વિકલાંગ બાળકોને ભોજન,લઘુમતી મોરચા દ્વારા આયુષ્યમાન યોજના કાર્ડ ઇ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ યોજાશે.આજે સાજે 5:00 કલાકે ટાઉનહોલ ખાતે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે સાથે કુપોષિત બાળકોનાં સારાં સ્વાસ્થ્ય માટે સુપોષણ અભિયાનના પ્રારંભ કરાવામાં આવ્યો હતો.


