સનાતન ધર્મની લડાઈ કે ગાદીની લડાઈ !
ધર્મને બચાવવા લડત કરતાં સાધુ – સંતોમાં હવે ગાદી બચાવવાની લડાઈ
- Advertisement -
હરીગિરી V/S મહેશગિરી આમને સામને: બંને પક્ષે આરોપો અને ફરિયાદો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ ધર્મની નગરી સાથે સંત સુરાની ભૂમિ તરીકેની ઓળખ ધરાવે છે. ત્યારે ગિરનારની ભૂમિમાં સનાતન ધર્મની વર્ષો સુધી ધર્મની ધજા ફરકાવનાર શ્રીમહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિર સાથે દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યાના ગાદીપતિની લડાઈ હવે જાણે કુરુક્ષેત્રનું મેદાન બન્યું હોઈ તેમ જોવા મળી રહ્યું છે જેમાં ભવનાથ મંદિરના મહંત હરીગીરી બાપુ અને ભૂતનાથ મંદિર અને કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુ અંબાજી મંદિરના ગાદીપતિ મુદ્દે આમને સામાને આવી ગયા છે.અને બંને પક્ષે આરોપો અને ફરિયાદો થવા પામી છે.ત્યારે સંત સુરાની ભુમી જાણે કુરુક્ષેત્રનું મેદાન બન્યું હોઈ તેમ સામે આવ્યું રહ્યું છે.રોજબરોજ બંને પક્ષ તરફથી ગંભીર આક્ષેપો સાથે આરોપો થઇ રહ્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી સનાતન ધર્મની લડાઈ કરનાર સાધુ – સંતો જાણે મંદિરના ગાદીપતિની લડાઈ કરતા જોવા મળી રહ્યા છે જેમાં બંને પક્ષે રોજના રોજ કંઈક ને કંઈક સામ સામે આરોપો સાથેની લડાઈ હવે પોલીસ ફરિયાદ સુધી પોહચી છે.પેહલા એક પક્ષ તરફથી રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં તનસુખગીરી બાપુના અંગુઠાના નિશાન તેમજ જે લખાણ પટ્ટી થઇ તેના માટે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.તેની સામે ગઈકાલે બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના પરિવારના કુટુંબી ભાણેજ ભારથી તેજશભારથી રસીકભારથીએ ગત સાંજે હરીગીરી મહારાજ અને પ્રેમગીરી નામના સાધુ અને તેમના મળતિયાઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે જેમાં એવો ઉલ્લેખ છે કે, હરીગીરી મહારાજ સહિતનાએ તનસુખગીરીબાપુના પરિવારને મળેલુ ભીડભંજન મહાદેવ મંધ્રિની જગ્યા પડાવી લેવા મહેનત કરી રહ્યા છે. આ સહિતની અનેક બાબતે તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.
- Advertisement -
ત્રણ દિવસ પછી જૂનાગઢ પધારેલા ભવનાથ મંદિરના મહંત હરીગીરી મહારાજે આવતાવેત મંધ્રિનું બેંક એકાઉન્ટ સંભાળતા સીએની ઓફીસે જઇને મુલાકાત કરી હતી અને બાદમાં તમામ કાગળો એકત્ર કરીને તેઓએ સાંજે ભવનાથ મંદિર ખાતે કહ્યુ કે, મહેશગીરી બાપુએ વાયરલ કરેલો લેટર બોગસ અને બનાવટી છે જે પત્રમાં લખવામાં આવેલ ગિરનાર મંડળના ગણમાન્ય સાધુ-સંતો, રાજકીય પક્ષના સભ્યો, તેમજ પ્રશાસનના અધિકારીઓ અથવા કોઇને પણ શ્રી પંચદશનામ જુના અખાડા અથવા મહંત હરીગીરી મહારાજ તરફથી કોઇપણને વ્યક્તિગત રૂપથી આજ સુધીમાં કયારેય પૈસા નથી દેવામાં આવ્યા અને એના માટે અખાડામાંથી પણ કોઇ રકમ લીધી નથી. તેમજ અખાડાના એકાઉન્ટમાં આવડી મોટી રકમ કયારે હતી જ નહીં અને કયારેય મે રકમ કાઢી નથી. મહેશગીરીબાપુએ વાયરલ કરેલો અખાડાનો પત્ર બાબતે તા.ર3 નવેમ્બરના રોજ પ્રયાગરાજ ભૈરવ અષ્ટમી ઘ્વજારોહણના અવસરે એક બેઠક મળી હતી અને આ વાયરલ પત્રને ફર્જી સાબિત કરી દીધો છે અને આ બેઠકમાં સભાપતિ મહંત ઉમા શંકર ભારતી, મંત્રી મહંત મોહન ભારતી, રમતા પંચના મહંત મોહનગીરી, મંત્રી મહંત ગણપતગીરી, મહંત શૈલેજા દેવી, મહંત રામેશ્ર્વર ગીરી, મહંત મહેશપુરી અને મહંત થાનાપતી કુશપૂરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામે અખાડાનો આ પત્ર બોગસ હોવાનું જાહેર કર્યુ છે અને એકપણ પૈસાની હેરાફેરી નથી કરી તેવુ કહ્યુ હતુ.
મુચકુંદ ગુફાના મહેન્દ્રાનંદગિરીએ ગાદી વિવાદને લઈને આપી પ્રતિક્રિયા
જૂનાગઢ મુચકુંદ ગુફાના મહેન્દ્રાનંદગિરીએ આજે પત્રકાર સમક્ષ અંબાજી મંદિર ગાદીપતિના વિવાદને પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં મહેશગિરી બાપુના તમામ આરોપ ખોટા છે અને આ એક ધર્મ વિરૂધ્ધનું કામ છે તેમજ શોભે નહી તેવું મહેશગિરી બાપુનું કામ છે તથા ભવનાથ મંદિરની દાન પેટી મામલતદારના મોનીટરીંગમાં ખુલે છે તેની સાથે હરીગીરી બાપુ મારા અને અનેકના ગુરુ હોવાનું જણાવ્યું હતું વધુ કહ્યું હતું કે, ભાવિકો સાથે આ ખીલવાડ થઇ રહ્યો છે અને અમને કાયદા પર પૂરો ભરોશો છે.અને હરીગીરી બાપુને તા.1ના રોજ જે મહેશગિરી બાપુ દ્વારા અલ્ટીમેટમ અપાયું છે પણ યાદ રાખજો મહેશગિરી વચ્ચે મુચકુંદ ગુફા આવે છે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને વધુ કહ્યું કે, હરીગીરી બાપુ વિશે જે અયોગ્ય બોલ્યા તેના વિરૂઘ્ધ કાયદાકીય પગલા લેશું અને મંદિરના ગાદીપતિ બાબતનો અંત સરકાર જ લાવી શકે તેમ મહેન્દ્રાનંદ ગિરીજી મીડિયા સમક્ષ જણાવ્યું હતું.