રામલલાના જન્મોત્સવ પ્રસંગે વધામણા કરતા સોરઠવાસીઓ
સવારથી શ્રીરામ ભગવાનની શોભાયાત્રા સાથે શહેર બન્યું રામમય
- Advertisement -
જૂનાગઢ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક રીતે ઉજવણી કરાયા બાદ પ્રથમ વખત શ્રીરામ પ્રાગટ્ય દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને સમગ્ર સોરઠ પંથક અયોધ્યા નગરી બન્યું છે.સવારથી રામ મંદીરોમાં પ્રભુ શ્રીરામ જન્મના વધામણા કરવા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.અને સમગ્ર શહેરને અયોધ્યા ધામની જેમ શણગાર કરવામાં આવ્યો છે. શહેરના રાજ માર્ગો પર પ્રભુ શ્રીરામની ધજા ફરકવાની સાથે અલગ અલગ ચોકમાં શણગાર કરવામાં આવ્યો છે અને સવારથી સાંજ સુધી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના ઝાંઝરડા ગામથી સવારથી પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને શોભાયાત્રા ઝાંઝરડા રોડ પર ફરી હતી જેમાં ભગવાન શ્રીરામના રથ સાથે વિવિધ ફ્લોટ શોભાયાત્રામાં જોડાયા હતા અને ડીજે અને ઢોલના તાલે પ્રભુ શ્રીરામના રથ જોડવામાં આવેલ અને રાથને ધારાસભ્ય સંજય કોરડીયા સાથે પૂર્વ ડે.મેયર હિમાંશુ પંડ્યા સહીત રામ જન્મોત્સવ સમિતિના આગેવાનો સાથે રામ ભક્તો જોડ્યા હતા અને રથને જાતે ખેંચીને માર્ગો પર ફેરવામાં આવેલ ત્યારે આ શોભાયાત્રા સમયે ઝાંઝરડા રોડ પરના સ્થાનિક રહીશોએ ભગવાન રામના જન્મના વધામણાં કરીને જય જય શ્રીરામના નાદ સાથે સમગ્ર વિસ્તાર રામ મય બન્યો હતો
અને શોભાયાત્રામાં બોહળી સંખ્યામાં ભાવીકો જોડાયા હતા. જૂનાગઢ શહેરમાં આવેલ ઉપરકોટ પાસે શ્રીરામજી મંદીર ખાતેથી વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ સહીત હિન્દૂ ધર્મ ઉત્સવ સમિતિ સહીત ધર્મ સંસ્થાઓ દ્વારા શ્રીરામ ભગવાનના જન્મોત્સવને વધાવવા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર શહેરના વિવિધ મંડળો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રભુ શ્રીરામના જીવન વિષેના જુદા જુદા પ્રંસગોને વર્ણવી ફ્લોટ બનવામાં આવ્યા છે.અને પ્રભુ શ્રીરામની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા રામજી મંદીરથી નીકળીને દીવાનચોક, માલીવાડા અને અઝાદચોક થી કાળવાચોક સહીતના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે ભગવાન શ્રીરામની શોભાયાત્રાને નિહાળવા શહેરીજનો ખુબ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર માર્ગ શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
- Advertisement -
જૂનાગઢ પોલીસે શોભાયાત્રાનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું
જૂનાગઢ જિલ્લામાં શ્રીરામ જન્મોત્સવને વધાવવા માટે લોકોમાં અનરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે શોભાયાત્રામાં બોહળી સંખ્યમાં લોકો જોડવાના હોઈ જેને ધ્યાને લઈને એસપી હર્ષદ મેહતા દ્વારા ગઈકાલ માંગરોળમાં પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજીને પેટ્રોલિંગ કર્યું હતું ત્યારે આજે જૂનાગઢ શહેરમાં સવારથી અલગ અલગ વિસ્તારોમાં હિન્દૂ ધર્મ સંસ્થાઓ દ્વારા શ્રીરામ ભગવાનની શોભાયાત્રા યોજાવમાં આવેલ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ખાસ પોલીસ બંદોબસ્ત સાથે બીએસએફ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને શોભાયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.



