બે કલાક બાદ રેસ્ક્યુ ટિમ આવી અને દીપડાને પાંજરે પુરી સક્કરબાગ ઝૂ લઇ જવાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં અવારનાર દીપડા આવી ચડવાના બનાવો સામે આવ્યા છે ત્યારે આજે વેહલી સવારે એન્જિનિયરિંગ વિભાગમાં દીપડો ઘૂસી ગયો હતો અને એન્જીનીયર વિભાગની ઓફિસ ખોલવા જતા દીપડો નજરે જોવા મળતા ફફડાટ ફેલાયો હતો અને આ બાબતની જાણ વન વિભાગને કરતા વન તંત્રની રેસ્ક્યું ટિમ ઘટના સ્થેળ દોડી આવી હતી. આજે વેહલી સવારે કૃષિ કેમ્પસમાં આવેલ એન્જિનિયરિંગ વિભાગમાં દીપડો આવી ચડયો હતો જયારે એન્જિનિયરિંગ વિભાગની ઓફિસ ખોલવા જતા વ્યક્તિ જોઈ જતા તુરંત અધિકરીને જાણ કરી હતી અને દીપડો કૃષિ કેમ્પસમાં આવી ચડવાના લીધે ફફડાટ ફેલાયો હતો
અને તુરંત વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટિમ બે કલાકે બાદ પોહચી હતી અને રેસ્ક્યું ટિમ દ્વારા દીપડાને પકડવાની કવાયત હાથધરી હતી અને ભારે જેહમત બાદ દીપડો પાંજરે પૂર્યો હતો અને પકડાયેલ દીપડાને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઇ જવામાં આવ્યો હતો.જોકે વન વિભાગની ટિમ બે કલાક બાદ આવતા આટલી ગંભીર બેદરકારી દાખવતા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં લોકોના જીવ ઉચ્ચક થઇ ગયા હતા સદનસીબે દીપડો પકડાય ગયો હતો જોકે આ દીપડો કૃષિ કેમ્પસમાં આવી ચડવાના બનાવમાં કોઈ ઇજા કે જાનહાનીના સમાચાર નથી.જેરીતે ચોમાસાની સીઝનમાં વન્ય પ્રાણીઓ જંગલ છોડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.