ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીક્લાચરલ રીસર્ચ ઈંઈઅછ સ્પોન્સર્ડ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માં જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના વૈજ્ઞાનિકને કપાસ એગ્રોનોમીના સંશોધન માટે યંગ સાય સાયન્ટીસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-કરંટ ઇનોવેશન એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સીસ ઇન એગ્રીકલ્ચર એન્ડ એલાઈડ સાયન્સનું આયોજન તા.29 થી 31 ઓગસ્ટ સુધી ગુરુકાશી યુનિવર્સીટી ભટીંડા ખાતે કરાયુ હતું અને આ આયોજન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચના સ્પોન્સરશીપ અંતર્ગત કાઉન્સિલનું કરાયુ હતું જેમાં વિવધ ક્ષેત્રોમાં હાલમાં બદલાતા વાતાવરણની પરિસ્થિતિનાં વિષય અને આવી પરિસ્થિતિમાં વધારે વરસાદ સામે પાકને ટકાવી રાખવા અને પાણીની અછતની સ્થિતિમાં ખેતીમાં કેવા ફેરફાર કરી વધુ ઉત્પાદન લઇ શકાય અને ખાદ્ય અન્ન ઉગાડી શકાય તેવા દેશના હિતમાં અને વિશ્વ સ્તરીય આવનારા ભવિષ્યની જરૂરિયાત અને કૃષિ અને ખેડૂતો અને ઉદ્યોગો અને દેશના અર્થકરણમાં જરૂરિયાત અંગે તલસ્પર્શી ચર્ચાઓ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે કોન્ફરન્સમાં ધ ઓકીયો સ્ટેટ યુનિવર્સીટીના રતનલાલ કોલમ્બસ યુ.એસ.એ. અમેરિકાએ વિશ્વની કાર્બન મેનેજમેન્ટ અને સિક્વેસ્ટ્રેસન અંગે વિગતવાર માહિતી પ્રદાન કરી હતી
- Advertisement -
તેમજ વિવિધ કૃષિ ક્ષેત્રોમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા પાકમાં આવતા રોગો અને જીવાતોનું નિયંત્રણ માનવીયની સાથે સાથે યાંત્રિકીકરણથી ઓછા સમયમાં વધુ વિસ્તાર કવર કરવા માટે ખાસ ડ્રોન ટેકનોલોજીના મુલ્યો અને ફાયદાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચાઓ કરાય હતી સાથે સાથે નેનો ટેકનોલોજીની જરૂરિયાત અને સાઈટ સ્પેસિફિક ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ વિશે પણ ઘણા વિચાર વિમર્શ આ મહત્વની કોન્ફરન્સમાં કરવામાં આવ્યાં હતાં. રાષ્ટ્ર લેવલના ઓલ ઇન્ડિયા કોર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેક્ટમાં વિવિધ સંશોધન અખતરાઓની જવાબદારી નિભાવી રહેલ જૂનાગઢ કૃષિ.ના કપાસ સંશોધન કેન્દ્રના ડો. એ.એમ.પોલરા કે જેઓ રાજ્યન સ્ટેટ લેવલ સંશોધન અખતરાઓના સંશોધનનું કાર્ય નિભાવી રહ્યા હોઈ અને સંશોધન ઉત્કૃષ્ટ કામગીરી બદલ કપાસના એગ્રોનોમી અખતરાઓમાં નવીનતમ ટેકનોલોજી અને ખેડૂતોની જરૂરીયાતોને ધ્યાને લઇ ઉમદા કામગીરી બદલ આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ-2024 ભારત સરકાર ના એગ્રીકલ્ચર કમિશ્નર ડો.પી.કે.સિંઘના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો અને આ એવોર્ડ ડો.એ.એમ. પોલરાએ પ્રાપ્ત કરી કૃષિ યુનિ.અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરવાં બદલ અભીનંદન પાઠવ્યા હતા.