ખાસ-ખબર સંવાદદાતા
ઉપરકોટ કિલ્લો, મહાબત મકબરા, સરદાર ગેટ અને મજેવડી ગેટનું સંચાલન કરતી સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા. લી. દ્વારા ઉપરકોટ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમ દરમિયાન સવાણી ગ્રુપના સમગ્ર કર્મચારી, ગાઈડ અને બિઝનેસ પાર્ટનર હાજર રહ્યાં હતાં. સૌનાં ચહેરાઓ ઉપર આ પર્વનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દરેક કર્મચારીઓએ વિનમ્રપૂર્ણ અને સેવાભાવને કેન્દ્રમાં રાખીને એક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા હવેથી રોજ લેવાશે. આ પર્વની ઉજવણીમાં મુખ્ય અતિથિરૂપે જુનાગઢના પ્રખ્યાત ઇતિહાસવિદ અને સૌરાષ્ટ્ર પ્રદેશના 32 જેટલા પુસ્તકોના લેખક એવા ડોક્ટર પ્રધ્યુમન ખાચર ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રધ્યુમન ખાચર દ્વારા આરઝી હકૂમત અને જુનાગઢના ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો હતો. તો સવાણી હેરીટેજ ક્ધઝર્વેશન પ્રા. લી. ના જનરલ મેનેજર રાજેશ તોતલાણી દ્વારા સંસ્કૃતિનું રક્ષણ અને વારસાનું જતન કરવા માટે પ્રેરણા આપેલ. કર્મચારીઓને પોતાનાં કાર્ય પ્રત્યે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ કાર્ય કરનારને સન્માનવામાં આવ્યા હતા. અંતમાં નવા યુનિફોર્મ પહેરેલાં સૌ કર્મચારીઓએ એકસાથે અલ્પાહાર કર્યો અને દિવસ દરમિયાનની પોતાની ફરજ ખુબ જ ઉત્સાહપૂર્વક નિભાવી.
જૂનાગઢ 75મા પ્રજાસત્તાક દિવસથી ઉપરકોટમાં શરુ થઇ પ્રતિજ્ઞાની પ્રથા
