ખાસ ખબર સંવાદદાતા
ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનેગારને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સુચના આપી હતી. બાદમાં એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન શહેરનાં 66 કેવી વિસ્તારમાંથી વાયરના 6 ડીંડલા કિંમત રૂા.30 હજારના ચોરાયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
આ અંગે એલસીબીએ તપાસ હાથ ધરતા આ ચોરી પંચેશ્ર્વરના સુનીલ કાળુભાઇ સોલંકી અને ભારત મિલના ઢોરા પાસેના સંજય નાનજી સોલંકીએ કરી હોવાનું અને હાલ બંન્ને આરોપી ભેંસાણ ચોકડીએ ઓટો રીક્ષા લઇને ઉભા હોય અન્ય ચોરીની પેરવી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. બાદમાં એલસીબી પીઆઇ જે.એચ.સિંધવ પીએસઆઇ જે.જે.ગઢવી અને સ્ટાફે જઇ બંન્ને આરોપીને રીક્ષા નંબર જી.જે.6વી 4288 સાથે ઝડપી લીધા હતા. એલસીબીએ બન્ને પાસેથી મોબાઇલ ફોન વાયર ઓટોરીક્ષા તેમજ રોકડા 500 મળી કુલ 33,625ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.