ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના 108ની ટીમ હર હંમેશ માટે લોકોની આરોગ્ય ક્ષેત્રની સેવા માટે તત્પર હોય છે. ત્યારે વધુ એકવાર પ્રસુતાને અધુરા મહિને દુ:ખાવો ઉપડતા 108ની ટીમ દ્વારા સમયસર પ્રસુતાને ડિલેવરી કરાવી હતી અને સગર્ભા સાથે બાળકને નવુ જીવતદાન આપ્યુ હતુ.
108ની ટીમ મોતીબાગ એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા ટીમએમટી રાજ વ્યાસ અને પાયલોટ રાહુલ વાઘેલાને કોલ આવતા તૂરંત વંથલી ઇએમટી પહોંચી ગયા હતા અને દર્દીને એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા. પરંતુ રસ્તામાં સગર્ભા મહિલાને અસહ્ય દુ:ખાવો થવાથી એમ્બ્યુલન્સમાં જ ડિલેવરી કરાવી પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ હતુ. એજ સમયે વિલંબ કર્યા વગર ઇએમટી અને પાઇલોટ દ્વારા નોરમલ ડિલેવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી માતા અને બાળકને જરૂરી સારવાર આપીને સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. ત્યારે પરિવારજનોએ પણ 108ની ટીમના લોકોને બિરદાવ્યા હતા અને માતા અને બાળકનો નવજીવન આપવામાં સફળતા મળી હતી.