ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે જો કોઈ આકસ્મિત બનાવો બને તો તાત્કાલિક લોકોનો સંપર્ક થઈ શકે અને રેસ્ક્યુ થઈ શકે તે માટે મોરબીમાં એક એસડીઆરએફની ટીમ પણ ફાળવવામાં આવી છે. આ એસડીઆરએફની ટીમ 15 મિનિટમાં જીલ્લામાં કોઈ પણ સ્થળે પહોંચી શકે તે રીતે તૈયાર છે સાથે સાથે 25 જવાનોની ટીમ લાઈટ, ડીઝલથી ચાલતું પાણી ખેંચવાનું મશીન, રસ્તા વચ્ચે ધરાશાયી થયેલા વૃક્ષોને કાપવા માટેના મશીન સહિતના આધુનિક સાધનો સાથે સજ્જ છે અને જીલ્લામાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઓપરેશન હાથ ધરવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાય છે.
મોરબીમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સ્ટેન્ડબાય
