-ગત વર્ષ એપ્રિલથી જોશીમઠ અને આસપાસના ક્ષેત્રમાં જમીનનો ધસારો શરૂ થયો હતો
હિમાચલ પર્વતમાળામાં સમાયેલા ઉતરાખંડના ધાર્મિક ઉપરાંત લશ્કરી-વ્યુહાત્મક અને સહેલાણી ક્ષેત્ર તરીકે જાણીતા જોષીમઠનું અસ્તિત્વ જ ખતરામાં છે અને કદાચ હવે આ ક્ષેત્રને બચાવવું મુશ્કેલ અને વિલંબનું કામ બની ગયું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)એ તેના નેશનલ રીપોર્ટ સૈસીંગ સેન્ટર મારફત જોશીમઠમાં જમીન ધસવાની તથા માર્ગો અને ઈમારતોમાં તરાડ પડવાની સતત ચાલી રહેલી પ્રક્રિયા અંગે સેટેલાઈટ તસ્વીરો પરથી તેનું પ્રથમ નિરીક્ષણ જાહેર કર્યુ છે અને તેમાં ગંભીર આગાહી કરતા જણાવ્યું છે કે પુરુ જોશીમઠ ખતરામાં છે અને તે પુરેપુરુ ડુબી જશે.
- Advertisement -
હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સીગ સેન્ટર મારફત તસવીરો જાહેર કરવામાં આવી
ઈસરો દ્વારા તેના હૈદરાબાદ સ્થિત રીપોર્ટ સેસિંગ સેન્ટરના માધ્યમથી લેવલથી ડૂબતા જોષીમઠની તસ્વીરો જાહેર કરી છે અને તેના પરથી એ ચેતવણી આપી છે કે પુરુ જોશીમઠ શહેર જ ડૂબી જશે જેના કારણે હવે સરકાર અને લોકોની ચિંતા વધી ગઈ છે. ઈસરોના કાર્ટોસૈટ-1 એસ. સેટેલાઈટ માધ્યમથી જે તસ્વીરો લીધી છે.
https://twitter.com/HarshVatsa7/status/1613542108979425284
- Advertisement -
સેનાના હેલીપેડથી નરસિંહ મંદિર સુધીનો વિશાળ ક્ષેત્ર જોખમમાં: 27 ડિસેમ્બર બાદ ધસારો તિવ્ર બન્યો
તેમાં જોશીમઠ સ્થિત સેનાનું હેલીપેડ તથા નરસિંહ મંદિર સહિત પુરા શહેરને સંવેદનશીલ ક્ષેત્ર દર્શાવ્યું છે. હાલતો આ ક્ષેત્રના લોકોને સુરક્ષિત ક્ષેત્રમાં પહોંચાડવાની કામગીરી થઈ રહી છે. ઈસરોના રીપોર્ટમાં જણાવાયું કે એપ્રિલ, નવેમ્બર 2022માં આ જમીનનો ધીમો ધસારો શરૂ થયો હતો તે સમયે જોશીમઠ 8.9 સેમી ધસી ગયું હતું અને હવે 27 ડિસેમ્બર બાદ જમીન ધસારામાં વૃદ્ધિ આવી છે અને આ 12 દિવસમાં પુરુ શહેર 5.4 સેમી ડુબી ગયું છે અને તેના કારણે જોશીમઠ ઔલી સડક પણ ધસશે. હાલ સડકોમાં જે મોટી તિરાડો દેખાઈ રહી છે તેનો અભ્યાસ હવે ઈસરોએ શરૂ કર્યો છે.