ગુજરાતમાં રાજકોટ શહેરની 6 સંસ્થાના વિદ્યાર્થીઓને તાલીમનું આયોજન: 1500 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તારીખ 4 થી 6 ઓગસ્ટ, 2025 દરમિયાન વિજ્ઞાન ગુર્જરી, નેશનલ એનર્જી એજ્યુકેશન ડેવલપમેન્ટ (NEED) મિશન, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના સંયુક્ત ઉપક્રમે Empowering the Future: How Renewable Energy is Shaping Global Development વિષય પર રાજકોટ શહેરની કુલ છ શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર તથા વર્કશોપની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
હાઈડ્રોજન વાયુ એ વિશિષ્ટ પ્રકારનો પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. હાઈડ્રોજન સ્વચ્છ ઇંધણ તરીકે કાર્ય કરી શકે છે ,જે તેના ઉપયોગ દરમિયાન માત્ર પાણી ઉત્પન્ન કરે છે. હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો શક્ય છે. માટે તે પરંપરાગત ફોસિલ ફ્યુલ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ઉપરાંત વીજ ઉત્પાદન, પરિવહન, ઔદ્યોગિક પ્રક્રિયાઓ તેમજ કેમિકલ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઉર્જા સ્ત્રોત તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ શક્ય છે.
રાજકોટ શહેરની છ શૈક્ષણિક સંસ્થાઓ એવીપીટીઆઇ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, આત્મીય યુનિવર્સિટી તેમજ ભૌતિકશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સેમિનાર તેમજ વર્કશોપ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ તરીકે બીપીન તલાટી (IAS), ડો. ત્રિપ્તા ઠાકોર (DG, NPTI), પ્રો. અવિનાશ પાંડે (ડિરેક્ટર IUAC) પ્રવીણ રામદાસ (અખિલ ભારતીય સંગઠન મંત્રી, વિજ્ઞાન ભારતી), ડો. શિવકુમાર શર્મા (અખિલ ભારતીય સહ સંગઠન મંત્રી, વિજ્ઞાન ભારતી), ડો. અમિત ભોસલે (IIT Roorkee) અને ધર્મેશ મહિડા અને અક્ષય વોરા, જેવી ખ્યાતનામ વ્યક્તિઓ હાઈડ્રોજન એનર્જીથી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
રાજકોટની છ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કાર્યક્રમો ન સફળ બનાવવા વિભાના અધિકારી શ્રીપ્રસાદજી અને ગુજરાત પ્રાંત સચિવ જીગ્નેશભાઈ બોરીસાગરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગુર્જરી સૌરાષ્ટ્ર -કચ્છ ઝોન થ્રી ના ક્ધવીનર પ્રોફેસર નિકેશ શાહ, સહ ક્ધવીનર પ્રોફેસર પ્રદીપભાઈ જોશી, રાજકોટ જિલ્લા કોર્ડીનેટર ડો. દેવિતભાઈ ધ્રુવ, સંયોજક ડો. આશિષભાઈ કોઠારી, શાળાના સંયોજક ડો અતુલભાઇ વ્યાસ, મહિલા સમન્વયના ડો. અશ્વિનીબેન જોશી, ડો, રંજનબેન ખૂંટ, સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ના સંયોજક પ્રોફેસર કિશોરભાઈ આટકોટિયા, સંશોધક પ્રકલ્પના સંયોજક ચિંતનભાઈ પંચાસરા, ડો પિયુષ વણઝારા, ડો. સુશીલ કોરેગાંવકર, ડો પિયુષ સોલંકી, એવીપીટીઆઈના પ્રોફેસર અગ્રવાતે, પ્રોફેસર હેમેન્દ્ર ભટ્ટ વિગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.