-કોંગ્રેસ પક્ષના વડા ખડગેએ અમીત શાહને પત્ર લખ્યો: અંતિમ બે દિવસ વધુ હજારો જોડાશે તેવો સંકેત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને કાશ્મીર ખીણમાં સુરક્ષાના મુદે હવે કોંગ્રેસ પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને પત્ર લખી તેઓ ખુદ આ મુદે આદેશ આપે તેવી માંગ કરી છે. કોંગ્રેસના દાવા મુજબ કાશ્મીર ખીણમાં અનંતનાગ સહિતના આતંકવાદ ગ્રસ્ત ક્ષેત્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં 11 કી.મી.નો રૂટ બદલવો પડયો છે.
- Advertisement -
ગઈકાલે કોંગ્રેસ પક્ષે રાહુલની સુરક્ષાના મુદે યાત્રા રોકી દીધી હતી. જો કે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે યાત્રામાં તેમને મળવા માટે જે રીતે હજારો લોકો પહોંચે છે તેનાથી ભીડ વિ.ના પ્રશ્નો સાથે લોકોની સુરક્ષાના પણ પ્રશ્નો ઉભા થાય છે.
રાહુલની સુરક્ષા ઉપરાંત બહારની રીંગની સુરક્ષાની જવાબદારી જમ્મુ-કાશ્મીર પોલીસની છે પણ રાહુલની યાત્રામાં તેમાં અનેક સ્થળોએ છીડા જોવા મળ્યા હોવાનો દાવો છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી રાહુલની સુરક્ષાના મુદા ઉઠાવી તમો ખુદ આ સુરક્ષા મુદે આદેશ આપે તેવી માંગ કરી છે. હવે યાત્રા તેના અંતિમ પડાવ પર છે અને તા.30-31ના રોજ યાત્રામાં વધુ હજારો લોકો જોડાશે તેને ધ્યાનમાં લઈને સુરક્ષા વધારવા માંગ થઈ છે.