બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની ફિલ્મ એટેકની રિલીઝ ડેટ અંગેની તમામ અટકળોનો અંત આવી ગયો છે. ખુદ જોને ટ્વીટ કર્યું છે કે તેની ફિલ્મ ‘એટેક’ 13 ઓગસ્ટ, 2021 ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, દર્શકોને એક્શનથી ભરેલી ફિલ્મ જોવા મળશે. એક્શનથી ભરેલી ફિલ્મમાં જોન અબ્રાહમ બાઇક રેસરની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંહ પણ છે.આ ત્રણેય સ્ટાર્સ પહેલીવાર એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.
અભિનેતા જોન અબ્રાહમે ટ્વીટ કર્યું છે, ‘ એટેક’ એક એક્શનથી ભરેલી અને શાનદાર વાર્તા પર બનેલી ફિલ્મ, જે પ્રકારની ફિલ્મ મને ગમે છે. આ સ્વતંત્રતા દિવસ પર 13 ઓગસ્ટ 2021 ના રોજ રિલીઝ થઈ રહી છે.
- Advertisement -