તમામ તૈયારીઓને આખરી ઓપ: 64 ટીમો વચ્ચે જામશે રાત્રિ ટેનિસ ક્રિકેટનો મહામુકાબલો
રંગીલા રાજકોટમાં ક્રિકેટ પ્રેમીઓનો રોમાંચ ચરમસીમાએ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘ખાસ-ખબર’ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન આગામી 21 એપ્રિલ થી 4 મે દરમિયાન જીમ ખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટ પ્રેમીઓને 14 દિવસનો જબરદસ્ત જલસો કરાવવાનો સંપૂર્ણ આયોજન ખાસ ખબર ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટની ખાસિયત એવી છે કે ક્વાટર ફાયનલથી તમે ઘરે બેઠા પણ facebook અને youtube ઉપર તેનું લાઈવ પ્રસારણ જોઈ શકશો સાથોસાથ મેદાનમાં હાજર પ્રેક્ષકો માટે મોટી એલઇડી સ્ક્રીન નો પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે અને ક્રિકેટની માપદંડ જળવાઈ રહે તેના ધ્યાન રાખીને BCCI માન્ય સ્ટેટ લેવલના અમ્પાયરિંગ પેનલ દ્વારા જ તમામ મેચોનું અમ્પાયરિંગ કરવામાં આવશે.
આ મહામુકાબલામાં રાજ્યભરમાંથી 64 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને લાખેણા ઇનામો સાથોસાથ રનર્સ અપ ટીમને પણ મોંઘેરા ઇનામો આપવામાં આવશે. તમામ મેચમાં મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટરને પણ આકર્ષક ઇનામો આપવામાં આવશે. સમગ્ર મહા મુકાબલા ના આયોજનમાં ખાસ ખબર ન્યુઝ સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ પંચનાથ મિત્ર મંડળ ની અનુભવી ટીમ આયોજન કરવામાં લાગેલ છે. આ ટુર્નામેન્ટને બીજી ખાસિયત એવી છે કે રાજ્યભરમાંથી સારામાં સારી ટીમો અને સારા સારા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. 64 ટીમો વચ્ચેના ડ્રો તેમજ મેચોનું શેડ્યુલ બની ચૂક્યો છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અનેક ટીમો દ્વારા હજુ પણ રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ કરવામાં આવે છે પણ તમામ 64 ટીમોનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાથી વધારાની ટીમોનું સમાવેશ થઈ શકે તેમ નથી. આટલો પ્રેમ આપવા બદલ સમગ્ર ટીમ આભાર વ્યક્ત કરે છે. તો ક્રિકેટ રસિકો તૈયાર થઈ જાઓ ખાસ ખબર આયોજિત રાત્રે પ્રકાશ ટુર્નામેન્ટ માણવા માટે તારીખ 21 થી 4 મે સુધી જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાન રાજકોટ. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટના 14 દિવસ દરમિયાન ગોકુલ હોસ્પિટલ દ્વારા 1 એમ્બ્યૂલન્સ અને મેડિકલની ટીમ સતત ખડેપગે રહી સેવા આપશે.