IPL વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તૂટ્યા
જાહેરાત મામલે પણ જિયોએ સ્ટાર સ્પોર્ટસને છોડ્યું પાછળ
- Advertisement -
આઈપીએલ-2023ની શરૂઆત થઈ તો આ વખતે ડિઝિટલ પ્રસારણનો અધિકાર ડિઝની હૉટસ્ટાલ પાસે નહીં બલ્કે જિયો સિનેમાના હાથમાં હતો. જિયો સિનેમા માર્કેટમાં ઉતરતાની સાથે જ એક પછી એક નવા રેકોર્ડ બનાવવા લાગ્યું છે.
બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં એક નવો ઈતિહાસ રચાયો છે. આ મેચને એક સાથે ડિઝિટલ માધ્યમથી 2.4 કરોડ લોકોએ જોઈ છે. ટીવી પર મેચોનું પ્રસારણ હજુ પણ સ્ટાર સ્પોર્ટસના માધ્યમથી જ થઈ રહ્યું છે.
ડિઝની હૉટસ્ટારની વ્યુઅરશિપ વર્ષ 2019ના આઈપીએલ દરમિયાન ફાઈનલ મેચમાં 1.86 કરોડ તહી. આ નંબરને જિયો સિનેમાએ પહેલાંથી જ પાછળ છોડી દીધો છે. હવે કોહલી-ધોનીની ટીમો વચ્ચેની મેચ દરમિયાન નવો રેકોર્ડ બન્યો છે. હાઈસ્કોરિંગ મેચમાં ચાહકોએ મન ભરીને મનોરંજન મેળવ્યું હતું કેમ કે આ મેચમાં બન્ને ટીમો તરફથી ચોગ્ગા-છગ્ગા ભરપૂર લાગ્યા હતા.
- Advertisement -
જિયો સિનેમા આઈપીએલ મેચોનું પ્રમારણ પોતાના વ્યુઅર્સ માટે ફ્રીમાં કરી રહ્યું છે આ જ કારણ છે કે જિયો સિનેમાની એપ ડાઉનલોડના પણ નવા રેકોર્ડ બન્યા છે. એટલું જ નહીં સ્પોન્સર્સ અને ટીવી જાહેરાતોના મામલે પણ જિયો સિનેમા ટીવી પર મેચનું પ્રસારણ કરી રહેલા સ્ટાર સ્પોર્ટસથી આગળ નીકળી ગયું છે. અત્યારે જિયો પાસે 23 મોટા સ્પોન્સર્સ છે.