ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વઢિયાર પંથકમાં છેવાડાના ગામોમાં જરૂરિયાત મંદ લોકોની મદદ કરી સેવારૂપી યજ્ઞ શરૂ કરનાર જીજ્ઞાબેન શેઠનું થાઈલેન્ડ ખાતે ગ્લોબલ આઇકોન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.વઢિયાર પંથકની સેવા કીય કાર્યોની વિદેશની ધરતી પર નોંધનીય થતા જીજ્ઞાબેન શેઠનું હૃદય ગદ ગદી ઉઠ્યું હતું. થાઇલેન્ડ ખાતેનો આ પ્રવાસ કાયમી માટે હૃદયમાં સંભારણું બની ગયો હતો વઢિયાર પંથકની સેવા વિદેશની ધરતી પર માન – સન્માન પામીને એક ભારતવાસી તરીકે ને ગરવા ગુજરાતી તરીકે આનંદની લાગણી વ્યક્ત કરી હતી વધુમાં જીજ્ઞાબેન શેઠે મેજિક બુક ઓફ રેકોર્ડ ફાઉન્ડેશનનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
આ એવોર્ડ સમારંભ બધી રીતે અનન્ય હતો. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનાં એડવોકેટ શ્રી ડો. રામ અવતાર શર્મા આ સમારોહનાં મુખ્ય મહેમાન હતા. સાથે સાથે અતિથિ વિશેષ તરીકે જેમની સાત્વિક પ્રતિભા મારા મન પર ખૂબ મોટી અસર મૂકી ગઈ એવાં ગુરુ મા- કમલ રાની માનાં આશિષ પણ મળ્યાં. અન્ય મહેમાનોમાં ઉષા રાની ગાંધી જેવી વિરલ પ્રતિભા અત્રે ઉપસ્થિત રહ્યા હતાં. આ સૌની વચ્ચે વઢિયાર પંથકની એક દીકરીને પોંખવામાં આવી એ બદલ જિજ્ઞાબહેન શેઠ દ્વારા થાઇલેન્ડની સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો



