ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ એક ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં જુનાગઢના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત અધિકારી રાજકોટ સાળાના પુત્રના લગ્નમાં આવ્યા હોઇ તેના પોણા ત્રણ લાખના દાગીના ચોરાઇ જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જુનાગઢ આઝાદ ચોકમાં માળીના ડેલામાં રહેતાં જેએમસીના નિવૃત કર્મચારી ચેતનભાઇ હિમતલાલ ભટ્ટ ઉ.60એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ શાખામાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં હાલ નિવૃત છે ગત તારીખ 10ના રાજકોટમાં રૈયા રોડ ઉપર ધ્રુવનગરમાં રહેતાં તેના સાળા શૈલેષભાઇ નાથાભાઇ જાનીના પુત્રના લગ્ન હોઇ જેથી પત્નિ અને પુત્રી સાથે આવ્યાં હતાં. પ્રસંગમાં પહેરવા માટે રૂ.2.45 લાખના સોનાના અલગ અલગ દાગીના લાવ્યા હતાં સાળાના ઘરે પહોંચ્યા બાદ તેઓએ ત્યાં રૂમમાં સોનાના દાગીના ભરેલો થેલો રાખ્યો હતો. ત્યારબાદ બાપાસીતારામ ચોક નજીક રહેતાં બહેનના ઘરે સુવા માટે દાગીના ભરેલો થેલો લઈ ગયાં હતાં. બાદમાં બીજા દિવસે પોતાની કાર લઈ લગ્ન સ્થળ પર પહોંચ્યા હતાં અને તેમના પત્નિ અને પુત્રીએ તૈયાર થઈ ઘરેણાં પહેરવા માટે થેલો ચેક કરતાં તેમાંથી દાગીના ભરેલ બોક્સ ખાલી હતું પત્નિએ તેમને ફોન કરી દાગીના થેલામાં નથી તેવી જાણ કરતાં બંને જગ્યાએ તપાસ હાથ ધરી હતી. પરંતુ દાગીના ન મળતાં અંતે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે ગુનો નોંધી સીસીટીવી કેમેરા આધારે તપાસ હાથ ધરી છે.