ખાખીનાં ખોટા રોફ સાથે પોલીસની દાદાગીરી કરવાની કુટેવો યથાવત
ન્યાયની માંગણી સાથે પત્રકારે જઙ કચેરીમાં પાઠવ્યું આવેદને
- Advertisement -
ઓડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો
https://www.youtube.com/watch?v=Oys-qC1nFAQ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગોંડલના રહેવાસી અને વ્યવસાયે પત્રકાર રવિ રામાણીએ નૈતિક ફરજ રૂપે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી હતી તેના બદલામાં જેતપુર પોલીસ ઈન્સપેક્ટર જે.બી.કરમુરએ પત્રકારને ખોટા કેસમાં ફીટ કરવાનો ધમકી ભર્યો ફોન કર્યો હતો. જેના બદલામાં પત્રકારે ન્યાયની માંગણી સાથે રાજકોટ એસ.પી.ને આવેદન પત્ર પાઠવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, ગોંડલના પત્રકારે નૈતિક ફરજના ભાગરૂપે જેતપુર મુકામે, હનુમાન ચોકડી પાસે આવેલ ત્રિમૂર્તિ ટ્રાવેલ્સ પાસે આશરે 2 માસથી બીન વારસી બે બસ પડી હતી. જેની જાણ જેતપુર ટ્રાફિક પોલીસના દાદાભા ભોજકને ફોન દ્વારા જાણ કરી હતી. જેના બદલામાં જેતપુર પોલીસ ઈનસ્પેકટર જે.બી.કરમુરે પત્રકાર રવિ રામણીને ધમકી ભર્યો ફોન કરીને ખોટા ગુનામાં ફીટ કરવાની ગર્ભિત ધમકી આપી હતી. તેમજ અસભ્ય વર્તન સાથે પત્રકારને હા, સમજાય ગયું, સમજી લેજો જેવા શબ્દો ઉચ્ચારીને પોતાની વરદીનો ખોટો ઉપયોગ કર્યો હતો. પત્રકારે પોતાની સાથે થયેલા ગેરવર્તનને કારણે એસ.પી.કચેરીમાં આવેદન પત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરીને ન્યાયની માંગણી કરી છે. કારણ કે એક જવાબદાર વ્યક્તિ તરીકે તેમનું આ વર્તન છાજે તેવું નથી. ઉલ્લેખનીય છે જેતપુર પોલીસ અને પત્રકાર વચ્ચે ફોનમાં થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.


