ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
મોદી સ્કૂલનું વિઝન ‘ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ’ આ સૂત્ર સાથ મોદી સ્કૂલની શુભ શરૂઆત થયેલ જે આજે NEET- JEE- FOUNDATION- BORD- CA- CPT-IPMAT જેવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોદી સ્કૂલ સમગ્ર સૌરાષ્ટ્રનાં શિક્ષણ જગતમાં ટોચના પરિણામો આપી રહી છે અને એટલે જ સૌરાષ્ટ્રભરના શિક્ષણપ્રેમી વાલીઓની પ્રથમ પસંદગી એક કમ્પ્લીટ સ્કૂલ તરીકે મોદી સ્કૂલ રહેલ છે.
- Advertisement -
બોર્ડ- જેઈઈ-નીટના આવા ઉજળા પરિણામ માટે સ્કૂલની ક્ધટીન્યુસ પરીક્ષા પેર્ટન શિક્ષક તથા આચાર્યનું સતત માર્ગદર્શન તથા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત કાળજી થકી શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ તથા ધોરણ 10માં સતત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે. આ સાથે ઊંચાઈની તમામ ગિરિમાળાઓ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ સર કરેલ છે.
માર્ચ-2024માં ધો. 12 સાયન્સના રિઝલ્ટમાં ગુજકેટ અને બોર્ડ ટોપ ટેનમાં 9 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમાં 2024માં ધો. 12 સાયન્સના રિઝલ્ટમાં ઓલઓવર પીઆર, સાયન્સ પીઆર અને થિયરી પીઆર એમ ત્રણેય પીઆરમાં 99.99 ગોજીયા મિલનએ પ્રાપ્ત કરેલ છે. તે જ રીતે ભલાણી પાર્થએ ગુજકેટમાં 99.99 પીઆર મેળવી બોર્ડ ફર્સ્ટ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત કુલ 9 વિદ્યાર્થી બોર્ડ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત એન્જીનીયરીંગ તથા ફાર્મસીમાં એડમિશન માટે મહત્ત્વની એવી ગુજકેટની પરીક્ષામાં 40માંથી 40 પુરા માર્કસ ધરાવતા 61 વિદ્યાર્થીઓ છે. વર્ષ 2024માં દેશની કઠિન ગણાતી એવી જેઈઈની પરીક્ષામાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી છે. મોદી સ્કૂલના 65 વિદ્યાર્થીઓ 99+પીઆર મેળવ્યા જે સૌરાષ્ટ્રની કોઈ પણ સ્કૂલ અથવા કોચીંગ કરતાં વધુ છે. આ ઉપરાંત 112 વિદ્યાર્થીઓએ 98+પીઆર મેળવેલ તથા 238 વિદ્યાર્થીઓએ 95+પીઆર મેળવેલ છે.
હાલમાં જ મેડિકલ પ્રવેશ માટે લેવાતી નીટ-2024માં પણ મોદી સ્કૂલ પોતાના રેકર્ડ બ્રેક કરે તે પ્રકારના પરિણામ અપેક્ષિત છે. જેમાં મોદી સ્કૂલના 119 વિદ્યાર્થીઓ 600+ ગત વર્ષે પણ મોદી સ્કૂલના માધ્યમથી 239 વિદ્યાર્થીઓ એમબીબીએસ પ્રવેશને પાત્ર બન્યા હતા. ગત વર્ષે આઈઆઈટીમાં 23 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ભારતદેશની આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કોલેજો જેવી કે આઈઆઈટી, નીટ, આઈઆઈઆઈટી, ડીએઆઈઆઈસીટી, નીરમા, બીઆઈટીએસ વગેરેમાં 212 વિદ્યાર્થીઓએ પોતાના બી.ટેક.-બી.ઈ.માં એડમિશન પ્રાપ્ત કરેલ છે.
- Advertisement -
માર્ચ 2024ના ધો. 12 કોમર્સના રિઝલ્ટમાં બોર્ડ ટોપ ટેનમાં 5 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં બોર્ડ- 7માં મહેતા હર્ષ 99.93 પીઆર, ચૌહાણ આયુષી 99.93 પીઆર, દવે ભુમિકા 99.93 પીઆર, પટોડીયા માનસી 99.92 પીઆર સાથે બોર્ડ-8માં મણિયાર કૃપા 99.90 પીઆર સાથે બોર્ડ-10માં એ સ્થાન મેળવેલ છે. તે જ રીતે વિષય પ્રથમ 100માં 100 માર્કસ 35 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. તેમાં આંકડાશાસ્ત્ર વિષયમાં 17 વિદ્યાર્થીઓ, એસ.પી.સી.સી. વિષયમાં 10 વિદ્યાર્થીઓ, વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં 4 વિદ્યાર્થીઓ, નામાના મૂળતત્ત્વો વિષયમાં 3 વિદ્યાર્થીઓ, અર્થશાસ્ત્ર વિષયમાં 1 વિદ્યાર્થીએ જ્યારે આર્ટ્સ વિભાગમાં રાજ્યશાસ્ત્ર વિષયમાં 4 વિદ્યાર્થીઓ 100માંથી 100 માર્કસ મેળવેલ છે. એ-1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે.
આજરોજ જાહેર થયેલ માર્ચ 2024ની ધો. 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં 99.99 પીઆર સાથે આજ સુધીના સ્કૂલના ઈતિહાસમાં સૌથી વધુ 600માંથી 590 માર્કસ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓ તથા ગણિત વિષયમાં 100-100 માર્કસ મેળવનાર 79, વિજ્ઞાન વિષયમાં 23, સામાજિક વિજ્ઞાનમાં 100-100 માર્કસ મેળવનાર 19, સંસ્કૃત વિષયમાં 40, બોર્ડ ફર્સ્ટ બે વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 99.98 પીઆર સાથે 1 બોર્ડ સેક્ધડ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 99.97 પીઆર સાથે 3 બોર્ડ થર્ડ સ્થાન પ્રાપ્ત કરેલ છે. બોર્ડ ટોપ ટેનમાં 99.90 પીઆરથી 99.99 પીઆર વચ્ચે 20 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 100માંથી 100 માર્કસ મેળવી વિષય પ્રથમ સ્થાન 161 વિદ્યાર્થીઓએ મેળવેલ છે. બોર્ડમાં એ-1 ગ્રેડ સાથે 300 વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન મેળવી શાળા પરિવાર તથા તથા પોતાના માતા-પિતાનું નામ રોશન કરેલ છે. આ બધા જ વિદ્યાર્થીઓ ધો. 9-10માં સ્ટ્રોંગ ફાઉન્ડેશન થકી હાલમાં ધો. 11 સાયન્સ, કોમર્સ, આર્ટસમાં એડમિશન મેળવી મોદી સ્કૂલના સંગાથે પોતાના ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રવેશ મેળવેલ છે.
બોર્ડ-જેઈઈ-નીટ વર્ષોવર્ષ ઉચ્ચ પરિણામ અંગે મોદી સ્કૂલના સંસ્થાપક ડો. આર. પી. મોદીએ આ સફળતા અંગે જણાવ્યું કે અમો 35 વર્ષથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પદ્ધતિ, ઘરના વાતાવરણ તથા તેઓના એજ્યુકેશન કલચરલને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શક્ય બને છે. હાલમાં નીટ, જેઈઈ (મેઈન+ એડવાન્સ) તથા ફાઉન્ડેશન ધો. 6થી 10 માટે 10 10 IITans, 4 NTTians, સાથે કુલ 55 ફેકલ્ટીની મોટી તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સના વિદ્યાર્થીઓના માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે. રાજકોટ તથા જામનગર સીટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરાબર પણ સૌરાષ્ટ્ર તથા ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડિંગ સ્કૂલ આશીર્વાદરૂપ છે. બોર્ડિંગ સ્કૂલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રીડીંગ લાઈબ્રેરી તથા ડાઉબ્ટ કાઉન્ટર, મોબાઈલ તથા સોશિયલ મીડિયાના પ્રદૂષણોથી દૂર કુદરતી વાતાવરણ તથા સક્ષમ વિદ્યાર્થીઓ વચ્ચેની હરિફાઈનું તત્ત્વ સૌરાષ્ટ્રભર તથા ગુજરાતભરના આવા હોશિયાર વિદ્યાર્થીઓની પોતાની ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટેનો મજબૂત પાયો પુરો પાડે છે. મોદી સ્કૂલના શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલના સંસ્થાપક ડો. આર. પી. મોદી, પારસસર, હીતસર તથા ધવલસર એ બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકિર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે.
– ગણિત વિષય 100માંથી 100 માર્કસ મેળવનાર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ 79
– વિજ્ઞાન વિષય 100માંથી 100 માર્કસ મેળવનાર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ 23
– S.S. વિષય 100માંથી 100 માર્કસ મેળવનાર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ 19
– સંસ્કૃત વિષય 100માંથી 100 માર્કસ મેળવનાર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ 40
– સમગ્ર બોર્ડ ટોપ-ટેનમાં 20 વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના A1 ગ્રેડમાં 300 વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના
– બોર્ડ વિષય પ્રથમ કુલ 161 વિદ્યાર્થીઓએ 100/100 માર્કસ મેળવેલ છે