જયશ્રીબેન ચાપડી-ઊંધિયું અને પાણી-પુરીનું વેચાણ કરી ચલાવે છે ગુજરાન
જયશ્રીબેનના હાથનું ચાપડી-ઉંધિયુ અને પાણી-પુરી ખાવા માટે લોકો દુર-દુરથી આવે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નારી તુ નારાયણી… આ શબ્દ એટલા માટે કારણ કે એક નારી સમય આવ્યે અને જરૂર પડે પોતાનું સામાર્થ્ય અને પોતાની શક્તિ દેખાડે છે.આ જ નારી તું નારાયણીના શબ્દોને સાર્થક કરી દેખાડ્યા છે.રાજકોટની આ મહિલાએ.જેને કોરોનામાં પોતાના પતિને ગુમાવ્યા પણ તેને હિંમત ન હારી.એક મહિલા માટે એકલુ ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ હોય છે અને જેના માટે હિંમતની પણ જરૂર પડે છે.
રાજકોટમાં મવડી વિસ્તારમાં શિવ શક્તિ નામથી લારી ચલાવતા જયશ્રીબેન આજે મહિલાઓ માટે એક પ્રેરણા બન્યાં છે.જયશ્રીબેને કોરોનામાં પોતાના પતિને ગુમાવ્યાં.અને ઘરની તમામ જવાબદારી પોતાના માથે આવી પડી.પણ તેને બીજા પર નિર્ભર રહેવા કે બિચારા બનવા કરતા પોતે આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો હતો. જયશ્રીબેને અમર નગર-1માં ચંદ્રેશ નગર મેઈન રોડ પર જઇઈં બેન્કની સામે અને મવડી ફાયર બ્રિગેડની નજીકે શિવ શક્તિ નામની લારી ચલાવી રહ્યાં છે.તેમને હિંમત હાર્યા વગર ખાણી-પીણીની લારી શરૂ કરી અને આજે અસંખ્ય લોકો જયશ્રીબેનના હાથનું જમવાના ચાહક બની ગયા છે. જયશ્રીબેન પોતાની લારી પર ચાપડી-ઉંધિયું, પાઉંભાજી, ઘુઘરા અને પાણીપુરીનું વેચાણ કરે છે.એમાં પણ શિયાળાની આ કડકડતી ઠંડીમાં તમે જો જયશ્રીબેનના હાથનું ચાપડી-ઉંધિયુ ખાશો તો આંગળા ચાટતા રહી જશો. આ સાથે જ અહિંયાની પાણીપુરી પણ સૌથી બેસ્ટ છે. લોકો પણ અહિંયા ચાઉંથી ખાવા માટે આવે છે. જયશ્રીબેનના હાથનું ચાપડી-ઉંધિયુ અને પાણી-પુરી ખાવા માટે લોકો દુર દુરથી આવે છે. આમ જયશ્રીબેન અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે.જયશ્રીબેનને ખરેખર સાબિત કરી દેખાડ્યું છે કે જો મન મક્કમ હોય તો તમે તમારી મંજિલ મેળવી જ શકો છો.