રાજકોટ-જામનગરમાંથી થયેલી 10 બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખતી ક્રાઇમ બ્રાન્ચ
દારૂ-જુગારનો શોખ પૂરો કરવા 10-12 હજારમાં વેચે તે પૂર્વે જ પોલીસે પ્લાન ફેઈલ કરી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વાહનચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટ અને જામનગરમાંથી 10 બાઈકની ચોરી કરનાર પોરબંદર અને કલ્યાણપુરની તસ્કર બેલડીની ધરપકડ કરી 2.57 લાખના ચોરાઉ 10 બાઈક કબ્જે કર્યા હતાં દારૂ અને જુગારના રવાડે ચડી ગયેલ બેલડી ચોરાઉ બાઈક 10-12 હજારમાં વેચે તે પૂર્વે જ પોલીસે પકડી લીધા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયા દ્વારા રાજકોટમા નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચર અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના એએસઆઈ સમીરભાઈ શેખ, અનિલ સોનારા કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા, જીલુભાઈ ગરચર, મનીષભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે 10 બાઈક સાથે પોરબંદરના દેગામના જયમલ મુરૂ સુંડાવદરા ઉ.26 અને કલ્યાણપુરના ખીરસરા ગામના લખમણ અરભમ ખુંટી ઉ.રરની ધરપકડ કરી 2.57 લાખના ચોરાઉ વાહનો કબ્જે કરી આકરી પૂછતાછ કરતા બંને ભાંગી પડ્યા હતા રાજકોટના તાલુકા, બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાંથી વાહનો ચોરી કર્યાની ઉપરાંત જામનગરના અલગ અલગ સાત સ્થળોએથી પણ વાહન ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે રાજકોટના ત્રણ અને જામનગરના સાત વાહન ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે બંને શખ્સો લોક વગરના બાઇક ચોરી કરતા હતા બંને શખ્સો દારૂ અને જુગારની કુટેવ ધરાવે છે શોખ પૂરા કરવા માટે વાહન ચોરી કરવા ચારથી પાંચ ચાવીઓ સાથે રાખતા હતા જો ચાવીથી વાહન શરૂ થઈ જાય તો ઠીક છે, નહિતર ડાયરેક્ટ કરી ચોરી કરી લેતા હતા તેઓ તમામ વાહનો 10 થી 12 હજારમાં વેચવાની પહેરવી કરી રહ્યા હતા ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી જયમલ સુંડાવદરા સામે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં દારૂ સહિતના છથી વધુ ગુનાઓ નોંધાયા છે તેમજ આરોપી લખમણ ખૂંટી વિરુદ્ધ પણ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં છ જેટલા ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.



