ખાસ-ખબર સંવાદદાતા
જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. જ્યાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળ અભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશેનો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે જસદણ તંત્ર લોકોની આસ્થા સામે ઝૂક્યું હતું અને આજે ખુદ નાયબ ક્લેક્ટરે પોતાનો જળાભિષેક માટેનો ચાર્જ વસુલવાનો નિર્ણય પરત લીધો છે. આ મામલે રાજેશ આલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જેમાં જણાવામાં આવ્યું હતું કે, ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાનને જળ અભિષેક કરવા માટે રૂપિયા 350ની વસુલાત કરવામાં આવે છે તે બાબતે રદીયો આપવામાં આવે છે.જળ અભિષેક કરવાનો કોઈ ચાર્જ નથી.’