રાજકોટ જિલ્લાના જસદણના લીલાપુર રોડ પર સોમનાથ હોટલ પાસે એક ટેન્કરમાં આગ લાગી હતી. આગની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. જો કે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી.
- Advertisement -
ફાયર બ્રિગેડે 2 ગાડી મોકલી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
જસદણના લીલાપુર રોડ પર ગત મોડી રાતે કોઈ કારણસર ટેન્કરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ જસદણ પોલીસ અને ફાયર વિભાગને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ આ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
રાત્રે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી
આ આગ રાત્રે 2 વાગ્યા આસપાસ લાગી હતી. જેમાંથી લીલાપુરના વતની ધર્મેશ અરવિંદભાઈ રામાણી ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા. જો કે ટેન્કરમાં આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.


