સોલર પેનલમાં ખરાબીના કારણે તેની બેટરી ચાર્જ નથી થઈ રહી
ખાસ-ખબર સંવાદદાતા
જાપાનના ચંદ્ર લેન્ડરનો સંપર્ક પૃથ્વી સાથે તૂટી ગયો છે. સ્માર્ટ લેન્ડર ફોર ઈન્વેસ્ટિગેટીંગ ધ મૂન સૌર ઉર્જામાં ખરાબીના કારણે બંધ થઈ ગયું છે. જેના કારણે જાપાનનું મિશન સંપૂર્ણ જોખમમાં છે. સોલર પેનલમાં ખરાબીના કારણે તેની બેટરી ચાર્જ નથી થઈ રહી. શનિવારે રાત્રે બેટરી ખતમ થઈ ગઈ હોવાની માહિતી મળી હતી. લેન્ડર બંધ થવાની કોઈ સત્તાવાર સૂચના નથી મળી. પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બેટરી ડિસ્ચાર્જ થઈ ચૂકી હશે. જોકે જકઈંખ લેન્ડર દ્વારા જાપાનનું ચંદ્ર મિશન સફળ રહ્યું છે. જાપાન પ્રથમ વખત લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડ કરવામાં સફળ રહ્યું છે.
ચંદ્ર પર લેન્ડિંગ દ્વારા જાપાને અંતરિક્ષ વિજ્ઞાનમાં એક નવો ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે જાપાન ચંદ્ર પર ઉતરાણ કરવાની સિદ્ધિ મેળવનારો પાંચમો દેશ બન્યો છે. આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. પરંતુ આ દરમિયાન તેણે જ્યાં ઉતરાણ કર્યું જ્યાં છાંયો આવી રહ્યો હતો. જોકે, જાપાનનું આ મિશન કેટલીક હદ સુધી સફળ રહ્યું છે. આ લેન્ડરને મૂન સ્નાઈપર કહેવામાં આવે છે કારણ કે, તે સટીક લેન્ડિંગ કરી શકે છે. જ્યાં બીજા સ્પેસક્રાફ્ટને લેન્ડિંગ માટે કેટલાક કિમીનો એરિયો આપવામાં આવે છે. જાપાનના જકઈંખ લેન્ડરે માત્ર 100 મીટરના એરિયામાં સટીક લેન્ડિંગ કર્યું હતું. જકઈંખનો અર્થ થાય છે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન. જકઈંખ ચંદ્રના ધુ્રવીય વિસ્તારમાં છે. જાપાન ચંદ્ર પર પહોંચીને તે એલીટ સ્પેસ ક્લબનો હિસ્સો બની ગયુ છે જ્યાં અત્યાર સુધી માત્ર ચાર દેશ હતા. જાપાન પહેલા રશિયા, અમેરિકા, ચીન અને ભારત ચંદ્ર પર જઈ ચૂક્યા છે.