133 કરોડ લિટર પાણી 30 વર્ષ સુધી છોડવામાં આવશે: ચીન-દક્ષિણ કોરિયાના લોકોમાં ડર
ખાસ-ખબર સંવાદદાતા
જાપાને ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાંથી રેડિયોએક્ટિવ પાણી પ્રશાંત મહાસાગરમાં છોડવાનું શરૂૂ કર્યું. જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે પહેલા દિવસે લગભગ 2 લાખ લિટર પાણી છોડવામાં આવશે. આ પછી એને વધારીને 4.60 લાખ લિટર કરવામાં આવશે. ન્યૂક્લિયર પ્લાન્ટની જાળવણી કરનારી કંપની ઝઊઙઈઘએ જણાવ્યું હતું કે સૌપ્રથમ, પ્રારંભિક ટાંકીમાંથી નમૂના તરીકે થોડું પાણી છોડાયું હતું. આ પહેલાં અને પછી તમામ શરતો તપાસવામાં આવી હતી. એમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. પાણી છોડતો પંપ 24 કલાક સક્રિય રહેશે.
- Advertisement -
12 વર્ષ પહેલાં 2011માં ભૂકંપ અને સુનામીના કારણે ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ત્યાં 133 કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી એકઠું થયું છે. જાપાને આ પાણીને દરિયામાં ભળવાની વાત કરતા જ ચીન અને દક્ષિણ કોરિયાના લોકો ડરી ગયા છે. આ તસવીર ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા જાહેર કરાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સમુદ્ર રેડિયોએક્ટિવ પાણી છોડ્યા બાદની છે.જેના કારણે 64 પ્રકારની રેડિયોએક્ટિવ સામગ્રી પાણીમાં ભળી ગઈ. તેમાંથી કાર્બન-14, આયોડિન-131, સીઝિયમ-137, સ્ટ્રોનટિયમ-90 કોબાલ્ટ, હાઇડ્રોજન-3 અને ટ્રાઈટિયમ એવા એલિમેન્ટ્સ છે, જે મનુષ્ય માટે હાનિકારક છે.