વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત આયોજન કરાયું
ગત વર્ષના ફ્લોટ સુશોભન વિજેતાને પુરસ્કાર અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય અને ભક્તિસભર જન્માષ્ટમી મહોત્સવ ઉજવવા માટે તૈયારી હાથ ધરાઈ છે. આ આયોજનને સાર્થક અને શ્રેષ્ઠ બનાવવા માટે સમિતિ દ્વારા એક મહત્ત્વપૂર્ણ બેઠક આજે રાત્રે 9 વાગ્યે. જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, ગેસ્ફોર્ડ સિનેમા સામે, એચડીએફસી બેન્કની બાજુમાં, માલવિયા ચોક પાસે રાખવામાં આવી છે. આ બેઠકમાં માર્ગદર્શન સમિતિના લોકો દ્વારા આગળના કાર્યક્રમના આયોજન વિશે જણાવવામા આવશે તથા જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય ખાતેથી સંસ્થા મંડળો માટે કેસરી ધ્વજ, કેસરી પતાકા, કેસરી ઝંડીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા તાવા પ્રસાદીનું આયોજન તા.2 ઓગસ્ટના રોજ શનિવારે સાંજે 6:30 વાગ્યે ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે રાખવામાં આવ્યું છે જેમાં ધર્મપ્રેમી જનતાને તાવા પ્રસાદ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે આગલા વર્ષ જે પ્લોટ સુશોભન સ્પર્ધા તથા લત્તા સુશોભન સ્પર્ધા રાખવામાં આવી હતી તેના વિજેતાઓને શિલ્ડ પુરસ્કાર વિતરણનું આયોજન પણ કરાયું છે. જન્માષ્ટમી પર્વને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ વર્ષે વૃંદાવન જેવી છટા, રાજકોટ મહોત્સવ લાવે, સૌ સાથે મળીને સ્નેહથી ઉજવે, કૃષ્ણ જન્મોત્સવ જાજરમાન થાય, આવા જાજરમાન મહોત્સવને ઉજવવાની તૈયારી રૂપે રાજકોટ શહેર તથા જિલ્લામાં આવેલા તમામ રાસમંડળો, ગોપીમંડળો, સનાતન સંસ્થાઓ, જ્ઞાતિ આગેવાનો તથા મંદિર મંડળો દ્વારા રાજકોટને ગોકુળિયું બનાવવા માટેના આયોજન અંગેની બેઠકમાં ગત વર્ષના ફ્લોટ્સધારકો અને લત્તા સુશોભન સ્પર્ધામાં સહભાગી રહેનાર તમામ સંસ્થાઓ તથા નવા મંડળોને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં વિનયભાઇ કારીયાએ જણાવ્યું હતું કે, કાર્યાલય પર ફ્લોટ સુશોભન, ટ્રક સુશોભન, લત્તા સુશોભન વગેરે અનેક સંસ્થાઓ અને મંડળોની નોંધણી શરૂ થઈ ગયેલ હોવાથી બાકી તમામ મંડળોને વહેલી તકે નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષની નિમણૂક
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ગૌતમભાઇ ધમશાણીયાની નિમણૂક કરવામાં આવી છે. ગૌતમભાઈ ખૂબ જ સફળ યુવા ઉદ્યોગપતિ તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત છે. તેઓ નર્મદા ગ્રુપ ઓફ કંપની ના ચેરમેન છે. ઉપરાંત તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ, બામણબોર બાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ, ફેડરેશન ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ, ઓલ ગુજરાતી સ્પિનેટેક્સ એસોસિયેશનના મહામંત્રી તરીકે ઉદ્યોગ જગતમાં કુશળતાથી સેવા આપી રહ્યા છે.