વિદ્યાર્થીઓએ જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને શિક્ષણ સામગ્રીની ભેટ આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસ મારૂતિનગર ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રણછોડનગર સ્થિત સરસ્વતી શિશુમંદિરમાં પણ જન્માષ્ટમી પર્વ ભાવભેર ઉજવાયું હતું. વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત નાટક અને નૃત્ય કૃતિ પ્રસ્તુત કર્યા હતા તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શાળા પરિસરમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે નંદોત્સવની ભવ્ય ઉજવણી કરી રાસગરબા રમવામાં આવ્યા હતા. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે વિદ્યાર્થીઓની સંગે શ્રી કૃષ્ણ જન્મ ઉજવ્યો હતો તેમજ આ તહેવારોના દિવસોમાં જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે વિદ્યાર્થીઓએ,. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અન્ન, વસ્ત્ર અને શિક્ષણ સામગ્રીની ભેટ આપી હતી.