ચુંવાળીયા કોળી જંજવાડીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બહુચરાજી માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવાનું આયોજન તા. 18 ને શનિવારે સવારે કોઠારીયા રોડ, રામનગર-2, બહુચરાજી ચોક, હુડકો ચોકડી રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તો માટે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ સાથે સંતો, મહંતો અને ભુવાઓ તેમજ આમંત્રિત મહેમાનોના સામૈયા રાખેલા છે.
આ માંડવામાં વિવિધ સમાજના પંચના ભુવાઓ પધારશે અને રાવળદેવ સંદિપભાઈ માતાજીના ગુણગાન ગાશે. આ માતાજીના માંડવાની એકત્રિત થયેલી 50 ટકા રકમ સંત વેલનાથધામ ક્ધયા છાત્રાલયના નવનિર્માણમાં અર્પણ કરવામાં આવશે. ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આજરોજ રાજવીર જંજવાડીયા, ધર્મરાજ જંજવાડીયા, દેવાંગ કુકાવા, રાજેશ ગાંગાણી, વિવેકભાઈ જોશી, ધનજીભાઈ સુરેલા આવ્યા હતા.