આધુનિક ડિઝાઇનના આ ક્લાસિકે સાત મિલિયન યુરો સુધીની ટેલિફોન બિડિંગ યુદ્ધ શરૂ કર્યું, જેની અંતિમ વેચાણ કિંમત કમિશન અને ફી સાથે રૂ. 85.75 કરોડ નક્કી કરવામાં આવી.
પેરિસ સ્થિત હેન્ડબેગ કલેક્ટર કેથરિન બેનિયરની એક બિરકિન બેગ રેકોર્ડ બ્રેકિંગ કિંમતે વેચાઈ છે. આ હરાજી સોથેબીઝ દ્વારા કરવામાં આવી હતી. આ બેગ 8.58 મિલિયન યુરો એટલે કે લગભગ 85 કરોડમાં વેચાઈ હતી.
- Advertisement -
આ બેગ એક જાપાની ખાનગી કલેક્ટરે ખરીદી હતી. સોથેબીએ તેને ’મોડર્ન ડિઝાઇન ક્લાસિક’ નામ આપ્યું છે. આ બેગ એક પ્રોટોટાઇપ છે, જેનો ઉપયોગ અભિનેત્રી અને સિંગર જેન બિર્કિને કર્યો હતો. તેમાં તેના પ્રારંભિક અક્ષરો જે.બી. કોતરવામાં આવ્યાં છે.
બેગમાં એક ખાસ સુવિધા પણ છે – નેઇલ ક્લિપર. તે પહેલાંની સૌથી મોંઘી હેન્ડબેગ હીરા જડિત હર્મીસ કેલી હતી, જે 2021 માં 513,000 (લગભગ 43.9 મિલિયન) માં વેચાઇ હતી. બિર્કિન બેગ 1984 માં રજૂ કરવામાં આવી હતી.