“જન આશીર્વાદ યાત્રા” દહીસરા પડધરી ખાતેથી સરદાર ડુંગરપુર માલધારી સમાજ સંમેલન બાદ વીરનગર આટકોટ થઈ જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હતી. યાત્રા પહોંચતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ સાંસદ રામભાઈ મોકરિયા ર્ડો. ભરતભાઈ બોઘરા સાહેબ વિગેરે નું સ્વાગત જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભા રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી મહામંત્રી કિશોરભાઈ રાઠોડ જિલ્લા પંચાયત રાજકોટ ના ઉપપ્રમુખ નાથાભાઈ વાંસાણી જસદણ તાલુકા બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ હસમુખભાઈ હાંડા વિગેરે દ્વારા કરવામાં આવેલું હતું આ સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનસુખભાઈ રામાણી મહામંત્રી મનીષભાઈ ચાંગેલા તેમજ પ્રદેશ ભાજપની ટીમ તાલુકા શહેર ભાજપની ટીમ વિગેરે જિલ્લાની ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રા દહીસર પડધરીથી પ્રારંભ કરવામાં આવી ત્યાંથી ખંઢેરી સ્ટેડિયમ ગૌશાળા તેમજ રાજકોટના ત્રણ સ્થાનો બાદ ત્રબા તેમજ રંગુંન માતાજી થઈ અને છેલ્લે સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે જન આશીર્વાદ યાત્રા પહોંચી હતી આ સમયે સ્વામિનારાયણ મંદિરના સંતોએ તેમજ ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રાનું રાત્રિરોકાણ સરધાર ખાતે રાખવામાં આવેલ જે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આજરોજ સવારે આશીર્વાદ યાત્રા સરદારજી ડુંગરપુર માલધારી સમાજનું સંમેલન બાદ ત્યાંથી વીરનગર આટકોટ થઈ જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે યાત્રા પહોંચી હતી. જ્યાં સમક્ષ જતાં ગ્રામજનો તેમજ બક્ષીપંચ મોરચો જસદણ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિગેરે ભવ્ય સ્વાગત કર્યું હતું.