જામનગરમાં કોરોના મહામારીમાં રાહત જોવા મળી છે. કારણ કે, છેલ્લાં 24 કલાકમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. જયારે 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં સપ્તાહમાં કોરોનાના કેસ વધતા આંકડા ડબલ ડીઝીટમાં પહોંચ્યા હતાં.
જો કે, રવિવારે કોરોનામાં રાહત જોવા મળી હતી. કારણ કે, શહેરમાં 4 અને જિલ્લામાં ફકત 2 કેસ નોંધાયા હતાં. જયારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં 24 કલાકમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું ન હતું. રવિવારે શહેરમાં કોઇ દર્દી ડિસ્ચાર્જ થયા ન હતાં. જયારે જિલ્લામાં 1 દર્દીને મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો.
- Advertisement -
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.


