જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાની ચૂંટણી
- Advertisement -
205 સંવેદનશીલ, 22 અતિસંવેદનશીલ મતદાન મથક
3525 કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામા આવી
જામનગરમાં રવિવારે જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક નગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ આજે જ બેલેટ યુનિટ લઈ મતદાન મથક પર રવાના થયા હતા.જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક, 6 તાલુકા પંચાયતની 112 બેઠક અને સિક્કા નગરપાલિકાની ૨૮ બેઠક પર રવિવાર મતદાન યોજાવાનું છે
કર્મચારીઓ EVM ચકાસણીની કામગીરી કરી તૈયારીની આખરી ઓપત્યારે પ્રશાસન તરફથી મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. આજે ઓશવાળ સ્કૂલ પરથી ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત સાથે EVM લઈ પોતાને ફાળવેલા મતદાન મથક પર જવા રવાના થયા હતા.
- Advertisement -
◆ચૂંટણી અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરે એવી એમની ચકાસણી કરી.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ 3525 કર્મચારીઓને ફરજ સોંપવામા આવી છે.જેમાં 752 પોલીસ કર્મચારીઓ 1135 હોમગાર્ડને ગ્રામ રક્ષક દળના જવાનો ચૂંટણી મથક પણ કાયદો વ્યવસ્થાનીપરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ની ગોઠવણ કરી છે.જ્યારે કુલ 705 મતદાન મથકો પૈકી 205 સંવેદનશીલ મતદાન મથકો છે જ્યારે 22 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.મતદાન શાંતિપૂર્વક થઈ શકે તેમ જ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ઝોનલ ઓફિસર દ્વારા સતત દેખરેખ અને પોલીસ જવાનો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે. જ્યારે કોરોના કાર ચાલી રહ્યો છે ત્યારે મતદાન મથકો ઉપર કોવિડ19 ગાઈડ લાઈન મુજબ દરેક મતદાન મથક પર આરોગ્ય વિભાગના એક કર્મચારી હાજર રહેશે તેમજ મતદાન ઉપર હેન્ડ ગ્લોસ માસ્ક અને થર્મલ ગન તેમજ સેનીટાઇઝર ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દી હશે ને મતદાન તો તેને પીપીઇ કીટ પહેરાવીને મતદાન કરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું.
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.


