પેટ્રોલ, સીલીન્ડરમાં બેફામ ભાવ વધતા પિસાતી પ્રજા
- Advertisement -
જામનગરમાં રાંધણગેસનો બાટલો, બાઇકની આત્મહત્યા સાથે મોંઘવારીનો અનોખો વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કમરતોડ ભાવ થી મધ્યમવર્ગની કફોડી હાલત માટે સરકાર જવાબદાર હોવાનો સામાજીક કાર્યકર્તા અને લોકોએ આક્ષેપ કર્યો હતો.શહેરના લીમડાલાઇન વિસ્તાર માં સામાજીક કાર્યકર્તા નિમેષ સીમરીયા અને અન્ય વેપારીઓએ શુક્રવારે સવારે નવતર કાર્યક્રમ દ્વારા મોંધવારીનો વિરોધ કર્યો હતો.
પેટ્રોલ અને ઘરવપરાશના સીલીન્ડરમાં બેફામ ભાવવધારા સામે પ્રતિકાત્મક રૂપે રાંઘણગેસનો બાટલો અને બાઇકની આત્મહત્યા દ્વારા વિરોધ સાથે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ભાવવધારાથી ગેસ સીલીન્ડર ગરીબોના ઘરમાં રહી શકે તેમ ન હોય અને પેટ્રોલમાં અવિરત ભાવ વધતા મધ્યવર્ગની હાલત જોવાતી નથી તેવા સૂત્રોચ્ચાર સાથે બાટલો અને બાઇક ભ્રષ્ટાચાર રૂપી યમલોકમાં જઇ રહ્યા છે,તેના મૃત્યુનું કારણ સરકાર, બેફામ ભાવ વધારો છે તેવો આક્ષેપ કરાયો હતો. કાર્યક્રમમાં સામાજીક કાર્યકર્તાએ ભાવવધારાથી માનસીક સંતુલન ગુમાવેલા વર્ગના યુવકનું પાત્ર ભજવી મોંઘવારીના વિરોધ સાથે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો.
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.


