વાદળ ફાટવાને કારણે તારાજી સર્જાઈ
રામબનમાં વાદળા ફાટવાથી ઠેકઠેકાણે પુર સાથે ભુસ્ખલન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
જમ્મુ-કાશ્મીરનાં રામનમાં વાદળ ફાટતા ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે. જાનમાલને વ્યાપક નુકશાન થયુ છે.રાહત-બચાવ કામગીરી માટે સૈન્ય જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દેશમાં ભરઉનાળે ઉતર ભારતનાં પર્વતીય રાજયોમાં હવામાન પલટા સાથે ભારે વરસાદ તથા આંધીનું તાંડવ રહ્યું છે. બે દિવસ હિમાચલ પ્રદેશમાં ભારે ખાનાખરાબી સર્જાયા બાદ કાશ્મીરનો વારો નીકળ્યો હતો.રાજયનાં અનેક ભાગોમાં ભારે વરસાદ આંધી તથા ભુસ્ખલનની શ્રેણીબદ્ધ ઘટના બની હતી. ખાસ કરીને રામબનમાં તબાહી હતી. વરસાદનાં પુરના પાણીમાં તણાઈ જતા કે કાટમાળ હેઠળ દબાઈ જતાં ત્રણ લોકોના મોત નીપજયા હતા. સમગ્ર વિસ્તારમાં પુર સ્થિતિ સર્જાતા નાસભાગ અને અફડાતફડીનો માહોલ રહ્યો હતો.
કુદરતી દુર્ઘટનાને પગલે સ્થાનિક બચાવ ટીમો ઉપરાંત સૈન્ય જવાનોને પણ મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. બદલાયેલા હવામાન વચ્ચે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ અર્ધો ડઝન સ્થળોએ ભુસ્ખલન થયા હતા જેના પગલે હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને સેંકડો લોકો ફસાયા હતા.
તમામ ગુજરાતી મુસાફરો સુરક્ષિત
- Advertisement -
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે જેમાં ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. જે ગાંધીનગરથી 30 અને પાલનપુરથી 20 મુસાફરોને લઈને નીકળી હતી. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ ગઈ છે. તમામ મુસાફરો સુરક્ષિત બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર કેતન નામના મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે, અને હાલ બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ છે.
આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ત્યાંના ઈંઅજ અધિકારી સાથે વાત કરી. અધિકારીએ જણાવ્યું કે ચિંતા જેવી વાત નથી. આર્મી અને પોલીસની ટીમને મોકલી દેવામાં આવી છે અને તેમને જરૂરી સામગ્રી પણ પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની સૂત્રોએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો, જે ઘણા ઘરમાં જતો રહ્યો છે.., હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.