– ત્રણ બાળકો અને મહિલાનું પણ મોત
જમ્મૂમાં એક જ sidhra વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તંત્રમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
એક સાથે એક જ પરિવાર 6 લોકોના મોત કઈ રીતે?
પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે એક સાથે છ લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તમામ પાર્થિવ દેહને સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. એક સાથે પરિવારના છ લોકોના મોત કઈ રીતે થયા તેને લઈને પોલીસે હજુ સુધી કોઈ જ ખુલાસો કર્યો નથી, જેને લઈને સ્થાનિકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી અને ભય ફેલાઈ રહ્યો છે.
J&K | Six members of a family found dead at their residences in Sidra area of Jammu. Details awaited.
Two bodies were found in one house, while four were found in their second house. pic.twitter.com/woHFlOMsW0
- Advertisement -
— ANI (@ANI) August 17, 2022
ગઇકાલે જ સરાજાહેર થઈ હતી હત્યા
નોંધનીય છે કે કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં મંગળવારે જ બે પંડિત ભાઈઓને ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી એકનું મોત નીપજ્યું છે. આ મામલે હજુ તપાસ કરવામાં જ આવી રહી છે ત્યાં જમ્મૂની ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.
J-K: Terrorists hurl grenades at security forces in Shopian, 2nd attack in two days
Read @ANI Story | https://t.co/ySV7qB4P8b#JammuAndKashmir #Shopian #JammuAndKashmirPolice pic.twitter.com/i0lDJgJkjG
— ANI Digital (@ani_digital) August 17, 2022
છેલ્લા બે દિવસમાં બે વાર ગ્રેનેડ હુમલો
જોકે ફાયરિંગ અને ગ્રેનેડ હુમલાની ઘટનાઓ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.