– કાશ્મીરી પંડિતનો હત્યારો પણ માર્યો, એકે રાયફલ સહિત શસ્ત્રો મળ્યા
અહીં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ આતંકીએ આતંકી સંગઠન લશ્કર સાથે જોડાયેલા છે. ઘટનાસ્થળેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે સુરક્ષા દળો અને સ્થાનિક આતંકીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે ઠાર થયેલા આતંકીઓ પ્રતિબંધીત આતંકી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા.
#UPDATE | Shopian encounter: Three terrorists linked with proscribed terror outfit LeT killed. Identification being ascertained. Further details shall follow: Kashmir Zone Police
— ANI (@ANI) December 20, 2022
- Advertisement -
આ ત્રણ આતંકીઓ શોપિયાના લતીફ લોન વિસ્તારમાં રહેતા હતા. આ આતંકી એક કાશ્મીરી પંડિત પુરાણ કૃષ્ણા ભટ, અનંત નાગના ઉમર નઝીર અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતા. આતંકીઓ પાસેથી એક એકે-47 રાયફલ અને 2 પિસ્તોલ જપ્ત થઈ હતી. એક આતંકીની લતીફ લોન, અન્ય આતંકીની ઉમર નઝીર તરીકે ઓળખ થઈ હતી.