જમ્મૂ- કાશ્મીરના ડીજી પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મળેલી જાણકારી મુજબ, હત્યાના કેસમાં પોલીસએ મુખ્ય આરોપીની ફોટો જાહેર કરી છે. જેના કેટલાક કલાકમાં જ પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસને આરોપીની સાથએ કેટલાક પૂરાવા પણ હાથ લાગ્યા છે, જે આ હત્યા કરવા પાછળનું કારણ હોવાનું બની શકે છે. શરૂઆતની તપાસના આધારે પોલીસ અધિકારીના એક નોકરને મુખ્ય આરોપી ગણાવ્યો હતો.
જમ્મૂ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ નોકરનું નામ યાસિર અહમદ છે. જે રામબનનો રહેવાસી છે, જે હાલમાં ફરાર છે. તેની ફોટો પોલીસએ જાહેર કરી દીધી છે, બધા રસ્તા પર નાકા બંધી કરી દીધી છે, જેથી રામબન ઘાટીની બહાર ના જઇ શકે.
- Advertisement -
સીસીટીવી ફુટેજની તપાસ થશે
ડીજીપીની હત્યાના કેસમાં પોલીસને કેટલાક પૂરાવા હાથ લાગ્યા છે. જો કે ઘટનાક્રમથી પોલીસને સીસીટીવી ફુટેજ પણ મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સીસીટીવીના આધારે પોલીસને હત્યાનું કારણ સહિત બીજા રહસ્યો ખોલવામાં મદદ મળશે.
આ સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ આરોપી ઘટનાસ્થળેથી ભાગતો હોય તેવું જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તો આ ઘટનાની જવાબદારી જૈશ-એ-મહોમ્મદથી જોડાયેલા એક આતંકવાદી સંગઠને લીધી છે. સામે પક્ષે પોલીસનું કહેવું છે કે, શરૂઆતની તપાસમાં આ સ્પષ્ટ થયું નથી કે, આ કોઇ આતંકી ઘટના છે કે નહીં, પરંતુ અત્યાર સુધી આ ઘટનાને આતંકી સાથે જોડવામાં આવી રહી છે.
પોલીસને મળ્યા આ પૂરાવા
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમ્યાન કેટલાક પૂરાવા હાથ લાગ્યા છે. તપાસમાં કેટલાક એવા દસ્તાવેજી પૂરાવા મળ્યા છે, જે આરોપીની માનસીક સ્થિતિ દર્શાવે છે. પોલીસએ આ હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયારને પણ જપ્ત કર્યા છે.
- Advertisement -