એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ ગાઢ જંગલો વચ્ચે આતંકીઓનો પીછો કર્યો, જેના પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજી અથડામણ થઈ, જેમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
સોમવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. એક અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનોએ સોમવારે મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીના જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
થોડીવારના ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ પડકારરૂપ પ્રદેશમાં ગાઢ જંગલો વચ્ચે તેમનો પીછો કર્યો, જેના પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજી અથડામણ થઈ, જેમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મંગળવારે સવારે એક અધિકારી સહિત એમાંથી ચાર જવાનોએ દમ તોડી દીધો.
- Advertisement -
આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું જ ઓફ શૂટ છે, જેને હાલમાં જ કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.