ગઢચિરોલીમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 2 નક્સલીઓને ઠાર માર્યા
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 2 નક્સલીઓને ઠાર માર્યા છે. અથડામણમાં ઠાર મારવામાં આવેલ નક્સલીઓ માંથી એક 2019માં થયેલ જાંબુલખેડા બ્લાસ્ટમાં સામેલ હતો.
એન્કાઉન્ટરમાં જે બે નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમાંથી એક કસાનસુર દલમ (દસ્તે)ના ડેપ્યુટી કમાન્ડર દુર્ગેશ વટ્ટી હતો. વટ્ટી જાંબુલખેડા બ્લાસ્ટમાં મુખ્ય ષડ્યંત્રકર્તાઓમાંનો એક હતો, 2019માં થયેલ આ બ્લાસ્ટમાં ગઢચિરોલી પોલીસના 15 પોલીસ કર્મીઓ શહીદ થયા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે છત્તીસગઢ સરહદ પર ગોદલવાહી ચોકી નજીક બોધિંટોલા પાસે નક્સલવાદીઓનું એક મોટું જૂથ તોડફોડ કરવા અને પોલીસ દળો પર હુમલો કરવાના ઈરાદાથી કેમ્પ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલી ગોળીબાર ખતમ થયા બાદ, વટ્ટી અને અન્ય એક પુરુષ નક્સલીના મૃતદેહ સ્થળ પર મળી આવ્યા હતા. તેમની પાસેથી એક અઊં-47 અને સેલ્ફ લોડિંગ રાઈફલ (જકછ) પણ મળી આવી હતી. એસપીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધુ સર્ચ ચાલુ છે.
તાજેતરમાં જ છત્તીસગઢમાં સીએમ વિષ્ણુદેવ સાયના શપથ ગ્રહણ પહેલા નક્સલી હુમલો થયો હતો. નારાયણપુરમાં નક્સલીઓએ ઈંઊઉ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય ઘાયલ થયો હતો. નારાયણપુરની આમદાઈ ખાણમાં નક્સલવાદીઓએ આ હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ અહીં ઈંઊઉ પ્લાન્ટ કર્યો હતો. ઈઅઋ 9મી ઇક્ષ બટાલિયનના સૈનિકો આ બ્લાસ્ટમાં સપડાયા હતા. આ હુમલામાં ઈઅઋ કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી હતી.
આ પહેલા સોમવારે સુકમા જિલ્લામાં પણ નક્સલીઓએ ઈંઊઉ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અહીં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ રોડ બનાવવાના કામમાં સુરક્ષા પૂરી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.