કુવાડવા રોડ પર 22 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રી જલિયાણ રેસ્ટોરેન્ટમાં સ્થળ પર સંગ્રહ કરેલા મંચ્યુરિયન ડ્રાય, પંજાબી સબ્જી, પંજાબી ગ્રેવી, અને નુડલ્સ વાસી અખાદ્ય જણાતા કુલ મળીને 10 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હાઉસ ઓફ સ્નેક્સની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલી ગ્રેવી અને ચટણી વાસી અખાદ્ય જણાતા કુલ મળીને 5 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ અને મહાદેવ દેશી વઘાર, યુનિવર્સિટી રોડ, મેન્ટલ હોસ્પિટલ સામે, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ તથા શિવ શક્તિ ફૂડ ચીઝી ચિપ્સ પંચાયત ચોક, રાજકોટની તપાસ કરતાં પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના કુવાડવા રોડ (આડો રોડ) વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી અને ખાદ્ય ચીજોના કુલ 7 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
શહેરના કુવાડવા રોડ (આડો રોડ) વિસ્તારમાં આવેલ ડાયમંડ શીંગ, કે. ટી. એન્ટરપ્રાઇઝ, રાંદલ ફરસાણ, શ્રીરામ ડેરી ફાર્મ, શ્રીરામ ઘૂઘરા, કિશન દાળપકવાન, શ્રીનાથજી પાઉંભાજીના લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા પટેલ આઇસ્ક્રીમ, કિશન દાબેલી, વિષ્ણુ ખમણ, આસ્થા પાર્લર, પટેલ ડેરી ફાર્મ, પટેલ આઇસ્ક્રીમ, જાગનાથ ડેરી, ચિલ્ડ એન શેક, વાસંગી ભેળ, કિશાન જનરલ સ્ટોર, સદગુરુ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના આઇસ્ક્રીમ, જય અંબે પ્રોવિઝન સ્ટોર, શ્રીજી બેકરી, અતુલ આઇસ્ક્રીમની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તેમજ ટ્રાન્સફેટ ચેકિંગ અંર્તગત સ્પેશ્યલ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ-20 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં બાલાજી ફાસ્ટફૂડમાં મંચુરિયન ફ્રાઇડ, બાલાજી ફાસ્ટ ફૂડ, સાગર ઘૂઘરા, ભગવતી સ્વીટ, બનહરીફ ફાસ્ટ ફૂડ, પ્રણામી ફરસાણ માર્ટમાં અનેક ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા હતા.