આજીડેમના સુંદરમ પાર્ક અને ગાંધીગ્રામમાં આવેલા ઉદય હોલ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જલારામ બાપાના 226મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડોને જીવનમંત્ર બનાવનાર જલારામ બાપાની જન્મ જયંતિ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાશે ત્યારે રાજકોટના શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ગાંધીગ્રામ અને આજીડેમ વિસ્તારમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ તથા શ્રી જલારામ દુગ્ધાલય અને જાંબુના સંયુક્ત ઉપક્રમે તા. 29 ઓકટોબર બુધવારના રોજ રાજકોટ શહેરના રામાપીર ચોક પાસે આવેલ ઉદય હોલ (લાખના બંગલાવાળો રોડ, ગાંધીગ્રામ) ખાતે તેમજ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ અને શ્રી જલારામ ઘી ડીપોના સંયુક્ત ઉપક્રમે આજીડેમ વિસ્તારના સુંદરમ પાર્ક 1, ક્રિષ્ના હોસ્પિટલની પાછળ, આમ સંગઠન દ્વારા કુલ બે સ્થળે શ્રી જલારામબાપાની 226મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંગઠન સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે. ડી. રઘુવંશી (કાછેલા ધવલ), સંસ્થાપક અને ગુજરાત પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનુની સલાહકાર જયભારતભાઈ ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઈ ઉનડકટ, રાજકોટ શહેરના વોર્ડ સંયોજકો જેમ કે મિતભાઈ અનડકટ, બિરેનભાઈ જોબનપુત્રા, રામભાઈ લાલચેતા, પાર્થભાઈ નથવાણી, મિહિરભાઈ સોમૈયા, હાર્દિકભાઈ કારિયા તેમજ વોર્ડ સહસંયોજકો, વોર્ડ પ્રમુખ પાર્થભાઈ પલાણ તેમજ અન્ય વોર્ડ પ્રમુખો તેમજ રાજકોટ સંગઠનના સભ્યોએ જહેમત ઉઠાવી છે.
આ કાર્યક્રમની માહિતી આપવા રાજભાઈ ચોટાઈ, કપિલભાઈ ચોટાઈ, મલયભાઈ કોટક, સાગરભાઈ ખંધેડિયા ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવ્યા હતા.



