તા. 1 નવેમ્બરને શનિવારે સુવર્ણભૂમિ સોસાયટીમાં જલારામ જયંતીની ઉજવણી થશે જેની માહિતી આપવા માટે મનીષ ઠક્કર, પ્રદીપ દત્તાણી, પ્રિન્સ મણિયાર, નિલેષ ઠુમ્મર, દિપક ઉંધાડ(DCP) અને ધરમભાઈ પોપટે ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લીધી હતી.
સતત ત્રીજા વર્ષે સુવર્ણભૂમિ સોસાયટી પરિવાર દ્વારા આયોજન: શનિવારે સાંજે 5.30 કલાકે અન્નકૂટ દર્શન અને 7.30 કલાકે મહાપ્રસાદ
વરસાદ હોવાના લીધે બુધવારે યોજાનાર કાર્યક્રમો હવે શનિવારે યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ વંદનીય સંત જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવાશે ત્યારે રાજકોટ શહેરમાં સોસાયટી તથા ફ્લેટ્સમાં મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જીવરાજ પાર્કમાં સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટના રહેવાસી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 1 નવેમ્બરને શનિવારે સાંજે 5.30 કલાકે અન્નકૂટ દર્શન, સાંજે 7.15 કલાકે મહાઆરતી યોજાશે. જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા સર્વે જ્ઞાાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે 7.30 કલાકે યોજાશે. સુવર્ણભૂમિ સોસાયટી પરિવાર દ્વારા સતત ત્રીજા વર્ષે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. વરસાદી વિઘ્નના લીધે જલારામ જયંતીની ઉજવણી બુધવારને લીધે શનિવારે ઉજવાશે. સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ચોક ખાતે આવેલા સુવર્ણભૂમિ ફ્લેટ એકતાનું પ્રતીક છે. જ્યાં કુલ 7 વિંગ અને 392 ફ્લેટ છે ત્યાં નાત-જાત વગર દરેક તહેવાર હળીમળીને ઉજવાય છે. દર વર્ષે ત્યાં જલારામ જયંતીની ઝૂંપડી બનાવવામાં આવે છે ગત વર્ષે ત્યાં 1600 ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ વર્ષે પણ ઝૂંપડી બનાવી 7 ફૂટનો રોટલો ધરવામાં આવશે.



