રાજકોટની સિંધી કોલોનીમાં સોમવારે સમી સાંજે બનેલો બનાવ
જલારામ બેકરીમાં પણ ભારે નુકસાન : તંત્રએ જગ્યા કોર્ડન કરી
- Advertisement -
ધડાકો સાંઢિયા પુલ સુધી સંભળાતા આજુબાજુ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંક્શન વિસ્તારની સિંધી કોલોની મેઇન રોડ પર જલારામ બેકરીમાં સોમવારે રાત્રીના શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે ગેસ લિકેજથી જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આગ ભભૂકી હતી. દુકાનમાં કામ કરી રહેલા શ્રમિકો ફસાયા હતા બેકરીમાં ભારે નુકશાન થયું હતું ધડાકો સાંઢિયા પુલ સુધી સંભળાતા આ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા. આગ લાગતા બેકરી બહાર રહેલું ફાસ્ટફૂડ પાર્લરના ચીથરા ઊડી ગયા હતા ફાયર બ્રિગેડ પણ દશ મિનિટમાં પહોંચી ગઇ હતી અને પાણીમારો કરી આગ બુઝાવી નાખી હતી.
આગમાં બેકરીમાં કામ કરતાં ઉત્તરપ્રદેશના વતની વિમલ યાદવ (ઉ.વ.20) અને કમલ યાદવ (ઉ.વ.21) દાઝી જતાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેકરીના સંચાલક ભરતભાઇ સિંધીએ કહ્યું હતું કે, બેકરીની બાજુમાં બે દિવસથી જીએસપીસી ગેસની પાઇપલાઇન રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સોમવારે સવારે ગેસ લીકેજ થતો હતો આ અંગેની 6 વાગ્યે ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી અને ગેસ લીકેજને કારણે ધડાકો અને આગ લાગી હતી. ટીઆરપી બાદ આ ઘટનાથી ફરી શહેરીજનોમાં ગભરાટ ફેલાયો હતો બનાવને પગલે મનપા કમિશનર ડી પી દેસાઇ, એસીપી રાધિકા ભારાઈ, પ્રનગર પીઆઇ ભાર્ગવસિહ ઝણકાંત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તંત્ર દ્વારા સમય ઘટનાસ્થળ કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.
- Advertisement -
રહેણાક વિસ્તારમાં પ્રોડક્શનની મંજૂરી અને ગેરકાયદે પતરાંનો ડોમ બનાવ્યો!
જય જલારામ બેકરીમાં વિસ્ફોટની ઘટનાને લઈને તપાસ કરતા અંદરની વાત બહાર આવી છે કે, આ બિલ્ડિંગની છત પર ગેરકાયદે પતરાંનો ડોમ બનાવાયો છે. ડોમ જ્યાં પણ હોય તે સ્થળને સીલ મારવા માટે મનપાએ સૂચના આપી હતી અને ડોમ હટ્યા બાદ જ સીલ ખોલવાના હતા. આમ છતાં હજુ સુધી આ બિલ્ડિંગમાં બેકરી આઈટમનું પ્રોડક્શન અને વેચાણ ચાલુ જ રહ્યું હતું. આસપાસના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર વિસ્તાર રહેણાક છે. આમ છતાં પહેલા બેકરીની પ્રોડક્ટ વેચવાનું અને બાદમાં તે બિલ્ડિંગના ઉપરના માળ અને ડોમમાં પ્રોડક્શન ચાલુ કરી દેવાયું હતું. આ મામલે રહેવાસીઓએ અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો પણ જે તે સમયે ટી.પી. શાખામાં મામકાવાદ જ ચાલતો હોવાથી ગેરકાયદે ડોમ ધરાવતા બિલ્ડિંગને પણ રહેણાકમાંથી કોમર્સિયલ પ્રવૃત્તિ કરવાની છૂટ આપી દેવાઈ હતી.