ક્રિકેટના વ્યાપક હિતમાં મેં રાજીનામુ આપ્યુ છે: યુનુસ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેકટર પદેથી જલાલ યુનુસે રાજીનામું આપી દીધું છે. યુનુસ 1990ના દાયકામાં ખેલ આયોજક રહ્યા છે. 2009 બાદ તેમણે બીસીબી (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ)માં એક મહત્વનું પદ સંભાળ્યું હતું. બાદમાં 2021માં ક્રિકેટ સંચાલન પ્રમુખ બન્યા હતા.
- Advertisement -
જલાલ યુનુસે સોમવારે બીસીબીના ડિરેકટર અને ક્રિકેટ સંચાલન સમીતીના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું. અહેવાલો મુજબ રાષ્ટ્રીય ખેલ પરિષદ, બાંગ્લાદેશના વિભિન્ન રમત નિગમોના અધિકારીઓએ યુનુસને પોતાના પદો પરથી રાજીનામુ આપવાનું કહ્યું હતું.
યુનુસે જણાવ્યું હતું કે, તે આ પદ પર રહીને બાંગ્લાદેશમાં ક્રિકેટની પ્રગતિને રોકવા નથી માંગતા. મેં ક્રિકેટના વ્યાપક હિતને લઈને રાજીનામુ આપ્યું છે. બંધારણ મુજબ મને બદલવાના ઈરાદા બરાબર છે. હું ક્રિકેટની પ્રગતિમાં વિધ્ન બનવા નથી માંગતો.