3 લાખની રોકડ, 1 કાર, 5 બાઈક, 7 મોબાઈલ સહિત 24.59 લાખનો મુદામાલ કબ્જે
સંચાલક સહિત 7 શખ્સોની ધરપકડ : ભાયાવદર પોલીસમાં નોંધાતો ગુનો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતભરમાં દારૂ-જુગારનું દુષણ ડામવા સ્ટેટ મોનીટરીંગ સેલ રીતસરની ધોંસ બોલાવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાની ભાયાવદર પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના ખાખીજાળીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી સંચાલક આશિત સાત શખ્સોને ઝડપી લઇ 3 લાખની રોકડ, કાર, 5 બાઈક, 7 મોબાઈલ સહીત 24,59,230નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.કે.કમરટા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે ઉપલેટાના ખાખી જાળિયા ગામે રાજેશ ઉર્ફે રાજુ સુવા પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી આર્થિક ફાયદા માટે રમ્મીનો જુગાર રમાડી રહ્યો છે આ બાતમી આધારે ગત સાંજે પોલીસે ફાર્મ હાઉસના મકાનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સાત શખ્સોની ધરપકડ કરી છે. જેમાં જુગારધામના ઉપલેટા રહેતા સંચાલક રાજેશ ઉર્ફે રાજુ ખીમાભાઇ સુવા, મોજીરા ગામના રામદે ઉર્ફે રામ કરણભાઇ સુવા, જામનગર જિલ્લાના બુટાવદર ગામના દિનેશ ગોવિંદભાઇ મકવાણા, ભાયાવદરના મુકેશ નાનાભાઈ ઉનડકટ, પીપરડી ગામના ગીરીરાજસિંહ જીલુભા જાડેજા , ભાયાવદરના અનીલકુમાર કાનજીભાઈ દલસાણીયા અને પોરબંદર જિલ્લાના રાણાવાવના જયેશભાઇ વાસણભાઇ કાનગડનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી 3,10,230 રોકડા, 20 લાખની કાર અને પાંચ બાઈક સહીત 21,10,000ના વાહનો ઉપરાંત 39,000ના 7 મોબાઈલ ફોન સહીત 24,59,230નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે એ.એસ.આઈ. ભરત ચાવડાએ ફરિયાદી બની તમામ ઝડપાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4, 5 અને ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 112(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ચૌહાણને સોંપવામાં આવી છે.
છ મહિનાથી ટોકન ઉપર જુગાર રમાડતા હતા
- Advertisement -
પોલીસની પ્રાથમિક તપાસમાં સૂત્રધાર સંચાલક રાજેશ સુવા છેલ્લા છેલ્લા છ મહિનાથી જુગારધામ ચલાવતો હતો રાજુ સુવા ખેલાડીઓને રોકડના બદલામાં પ્લાસ્ટિકના ટોકન આપી જુગાર રમાડતો હતો પોલીસે જુગારમાં પૈસાના બદલે ઉપયોગમાં લેવામાં આવતા 84 પ્લાસ્ટિક કોઈન પણ કબ્જે કર્યા છે.



