સીમેન્ટના ટેન્કરમાં છુપાવેલો 26,724 બોટલ દારૂ સાથે સગીર સહિત બેની ધરપકડ
રાજસ્થાનના સપ્લાયર સહિત ચાર વોન્ટેડ : ઊંઘતી ઝડપાયેલી સ્થાનિક પોલીસ સામે કાર્યવાહીના એંધાણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં 31 ડિસેમ્બર પૂર્વે દારૂની રેલમછેલ બોલાવવા બુટલેગરો મેદાનમાં ઉતર્યા છે ત્યારે બુટલેગરો ઉપર પોલીસ પણ ખાસ વોચ રાખી રહી છે ત્યારે રાજકોટ જીલ્લાના આટકોટમાં હોટલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાં દારૂનો મોટો જથ્થો હોવાની માહિતી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત સવારે દરોડો પાડી ટેન્કર હસ્તગત કરી જડતી લેતા તેમાંથી 2 કરોડ 22 લાખ 62 હજાર 319 રૂપિયાનો 26,724 બોટલ દારૂ મળી આવતા પોલીસે સગીર સહીત બેની ધરપકડ કરી સપ્લાયર સહીત ચારને વોન્ટેડ જાહેર કરી 2,47,95,419 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી બુટલેગરોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલની આ રેઈડથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે સ્થાનિક પોલીસ સામે કડક કાર્યવાહી થવાના એંધાણ મળી રહ્યા છે.
બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તે અટકાવવા ખાસ વોચ રાખવાની સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયની સૂચના અન્વયે પીઆઇ આર જી ખાંટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ વી ગળચર સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી માહિતી આધારે આટકોટ રાજકટો રોડ પર બાપા સીતારામ હોટલ પાસે દરોડો પાડી અહીં પાર્ક કરેલ શંકાસ્પદ ટેન્કરને કોર્ડન કરી ડ્રાયવરનું નામઠામ પૂછતાં પોતે રાજસ્થાનના બાડમેરના રામસરકા કુવા ગામનો જોગારામ ઓમાલારામ જાટ હોવાનુ અને તેની સાથે એક સગીર હોવાનુ જણાવ્યું હતું પોલીસે ટેન્કરની જડતી લેતા તેમાંથી 2.22 કરોડની કિંમતની દારૂની 26,724 બોટલ દારૂ મળી આવતા પોલીસે બન્નેની અટકાયત કરી દારૂ, વાહન, રોકડ, 3 મોબાઈલ સહીત 2.48 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના સપ્લાયર અનિલ જગદિશપ્રસાદ પંડ્યાએ મોકલ્યો હોવાનું જણાવતા સપ્લાયર સહીત ચારને વોન્ટેડ જાહેર કરી આટકોટ પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો ડ્રાયવરની પ્રાથમિક પુછતાછમાં તે અગાઉ ત્રણેક માસ પુર્વે પણ કચ્છમાં ડીલવરી કરી ગયો હોય અને એક ટ્રીપના સપ્લાયર 10 હજાર આપતો હોવાનું અને દારૂ આટકોટ પાસે લઇ ત્યાં રાહ જોવાનું કહ્યું હોવાનું જણાવતા પોલીસે લોકલ બુટલેગર સહીતને પકડી લેવા કાર્યવાહી કરી છે.



