- યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા
જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 2 બેવડી સદી ફટકારી હતી
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ખૂબ ધૂમ મચાવી હતી. જયસ્વાલે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં સતત 2 બેવડી સદી ફટકારી હતી. આ સીરિઝમાં તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જયસ્વાલના જોરદાર પ્રદર્શનના કારણે ભારતે આ સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી. હવે આ સીરિઝ બાદ ICCએ IPL પહેલા યશસ્વી જયસ્વાલને મોટી ભેટ આપી છે.
- Advertisement -
India's breakout performer takes home the ICC Men's Player of the Month award after a stellar February 🏅
More 👇
— ICC (@ICC) March 12, 2024
- Advertisement -
ICCએ આપી મોટી ભેટ
યશસ્વી જયસ્વાલ કોઈ એક ટેસ્ટ સીરિઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. આ ઉપરાંત જયસ્વાલ એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર પણ બની ગયો છે. જેના કારણે આ યુવા ઓપનરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. હવે જયસ્વાલને વધુ એક મોટી ભેટ મળી છે. ICCએ જયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ આપ્યો છે. જયસ્વાલ ઉપરાંત ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન અને શ્રીલંકાના સ્ટાર ખેલાડી પથુમ નિશંકાને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ICCએ આ એવોર્ડ યશસ્વી જયસ્વાલને આપવાનો નિર્ણય કર્યો છે.
Presenting the ICC Player of the Month for February 🙌
Congratulations, Yashasvi Jaiswal 👏👏
🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ
— BCCI (@BCCI) March 12, 2024
જયસ્વાલે તોડ્યો કોહલીનો રેકોર્ડ
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 655 રન બનાવ્યા હતા. હવે યશસ્વીએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ સીરિઝમાં 712 રન બનાવ્યા હતા. આ સિવાય તે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર ભારત તરફથી સૌથી યુવા બેટર બની ગયો છે.