જૈનોનાં ચારેય ફીરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા આકર્ષક ફલોટ્સ સહીત ધર્મયાત્રા-ધર્મસભાનું આયોજન
ધર્મસભામાં લક્કી ડ્રો દ્વારા 11 ભાગ્યશાળીને ઈનામ અપાશે: 30 ફલોટ, કાર- બાઈક -સ્કૂટર – સાઈકલ – રાસ મંડળી- ભગવાનનો રથ- અનુકંપા રથ
- Advertisement -
કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.14-4-2022ને ગુરુવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશેે. સવારે 8.00 કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ) થી પ્રારંભ થઈ સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ – શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જીલ્લા પંચાયત (અકિલા)ચોક, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 9.30 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.
- Advertisement -
ધર્મયાત્રાના રૂટમાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા, જિલ્લા પંચાયત ચોકમાં પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા, યાજ્ઞિક રોડ ક્ધયા છાત્રાલય ખાતે દશાશ્રીમાળી કંદોઈ યુવક મંડળ, જાગનાથ મંદિર ચોકમાં શ્રી જીરાવાલા પાર્શ્ર્વનાથ જૈન દેરાસર (દીલીપભાઈ દેસાઈ) તેમજ ભગવાન મહાવિર સ્વામી ચોક ખાતે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા સરબત, હેમુ ગઢવી હોલ ખાતે અને એટલાન્ટીસ હીલ પ્રા.લી. હસ્તે વિમલનાથ દેરાસર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવશે. ધર્મયાત્રામાં ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ, પૂ.સુશાંતમુનિ મહારાજ, શ્રી નેમીસુરી સંપ્રદાયનાં ક્રાંતિકારી વિચારક મુનિરાજ શ્રી જે.પી. ગુરુજી, અજરામર સંપ્રદાયનાં ડો.નિરંજનમુનિ મહારાજ સાહેબ સહિત રાજકોટમાં બિરાજમાન પૂજ્નીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 30 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.
આ ધર્મયાત્રામાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ધર્મધ્વજ, રાસમંડળીની રમઝટ, કળશધારી બહેનો, સાઈકલ સવાર, સુશોભીત કરેલ બાઈક-સ્કુટર સવાર, બોટાદનું પ્રખ્યાત નેમી નય જૈન બેન્ડ સુરાવલી, આચાર્ય ભગવંતો, શ્રાવકો, ભગવાનનો રથ, ધર્મયાત્રા અધ્યક્ષ-સંઘપતિની બગી, સાધ્વીજી મહારાજ, શ્રાવિકા બહેનો, ડી.જે., પ્રભુવીરના જીવનદર્શનને લગતા 30 ફલોટસ, સુશોભીત કરેલ કાર, અનુકંપા રથ સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ધર્મયાત્રા અધ્યક્ષ તરીકે ક્વેસ્ટ ફાઉન્ડેશનનાં શ્રી અજયભાઈ શેઠ (સાયન-મુંબઈ) અને સંઘ પતિ તરીકે રાજકોટનાં જાણીતા બિલ્ડર શ્રી જીતુભાઈ બેનાણી રહેશે. ધર્મયાત્રામાં અનુકંપા રથ માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર હસ્તે રાજેશભાઈ અને નિતિનભાઈ કામદાર, ધર્મસભા બાદ પ્રભાવના શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ હસ્તે શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા લાભ લીધેલ છે.
ફલોટસ બનાવનાર તમામને રૂા.11000ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂા. 5000, બીજા નંબરને રૂા. 4000, ત્રિજા નંબરને રૂા. 3000, ચોથા નંબરને રૂા. 2000, પાંચમા નંબરને રૂા. 1000નો રોકડ પૂરસ્કાર આપવામાં આવશે.
ધર્મયાત્રામાં જીલ્લા પંચાયત ચોક ખાતે જૈન દર્શનની થીમ ને અનુરૂપ જૈન સમાજનાં બાળકો વિવિધ વેશભુષા સાથે બહોળી સંખ્યામાં જોડાશે. વેશભુષાનાં જજ તરીકે ભારતીબેન દિપકભાઈ મહેતા (જૈન ફીલોસોફીનાં વ્યાખ્યાતા), નિશાબેન ચાવડા (પ્રાઈડ ઓફ ગુજરાત વિજેતા : 2021), શ્રીમતિ વિણાબેન કેતનભાઈ શેઠ (ક્ધવીનર: ડુંગર હિર મહા મહિલા મંડળ) સેવા આપશે.
ધર્મયાત્રાનાં રૂટ ઉપર કરવામાં આવનાર ઓપન રાજકોટ રંગોળીનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેના જજ તરીકે રૂપાબેન નાગ્રેચા, ભારવીબેન વસા, જેનીશાબેન શાહ, વિશ્માબેન પંચાસરા અને જલ્પાબેન મહેતા દ્વારા સેવા આપવામાં આવશે. રંગોળીનાં ક્રમ 1 થી 5 સુધી વિજેતા થનાર સ્પર્ધકને રૂા. 1500, 1100, 750, 500, 251 નું વિશ્ોષ રોકડ પુરસ્કાર તથા સન્માન કરવામાં આવશે.
હેમુ ગઢવી હોલ – મહાવીરનગરી ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાઘ્વજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે. તદ્ઉપરાંત કર્ણાટક રાજ્યનાં પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા અને ગુજરાત રાજ્યનાં પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવને ભવ્ય બનાવવા જૈનમ્ ટીમનાં મેમ્બરો અથાગ પરિશ્રમ કરી રહયા છે ત્યારે જૈન સમાજનાં અનેક દાતાશ્રીઓએ પોતાની દિલેરી દર્શાવીને મહોત્સવને યાદગાર સંભારણું બનાવવા આગળ આવ્યા છે જેમા સર્વે શ્રી જીતુભાઇ બેનાણી, રાજકોટ જૈન તપગચ્છ સંઘ – માંડવીચોક દેરાસર હસ્તે તરૂણભાઈ કોઠારી, શ્રી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ, શ્રી વિભાસભાઇ શેઠ, જેએસજી રાજકોટ યુવા, જેએસજી રાજકોટ મીડટાઉન, જેએસજી રાજકોટ રોયલ કમિટી, જેએસજી રાજકોટ ડાઉન ટાઉન, શ્રી મહાવીરનગર સ્થા. જૈન સંઘ, શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શ્રી અજરામર સ્થા. જૈન સંઘ, શ્રી હરેશભાઇ વોરા, શ્રી રાજેશભાઇ મનસુખલાલ પારેખ, શ્રી આનંદનગર મુર્તિપુજક જૈન સંઘ- હ. બીપીનભાઇ ગાંધી, શ્રી યુનિવર્સીટી રોડ જૈન દેરાસર, શ્રી પારસધામ દેરાસર, શ્રી જાગનાથ પ્લોટ સંઘ, શ્રી પંચવટી જૈન દેરાસર, શ્રી પ્રહલાદ પ્લોટ મૂર્તિપુજક જૈન સંઘ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ, શ્રી હિરાચંદભાઇ શાહ, શ્રી ધીમંતભાઈ કોઠારી, શ્રી હસમુખભાઈ વસા, શ્રી દિલીપભાઈ ઉદાણી, શ્રી નિલેષભાઇ દેસાઇ – તપસ્વી સ્કૂલ, શ્રી કલ્પકભાઇ મણીયાર, શ્રી જંકશન પ્લોટ જૈન દેરાસર, શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ હ. ચંદ્રકાંતભાઇ શ્ોઠ તેમજ માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર હ.રાજેશભાઈ-નિતિનભાઈ, શ્રીમતિ વિણાબેન કેતનભાઈ શેઠ પરિવારનો વિશેષ સહયોગ સાંપડયો છે.
સમગ્ર ઉજવણીને સફળ બનાવવા ટીમ જૈનમ્ નાં કાર્યકર્તા સર્વશ્રી જીતુ કોઠારી, જયેશ વસા, સુજીત ઉદાણી, મયુર શાહ, નિલેશ કામદાર, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, જયેશ મહેતા, અમીત દોશી, સેજલ કોઠારી, ઉપેન મોદી, નિલેશ શાહ, અમીષ દેસાઈ, તરૂણ કોઠારી, રૂષભ શેઠ, નિપૂણ દોશી, વૈભવ સંઘવી, વિર ખારા, ચિરાગ દોશી, અનીષ વાધર, અશોક વોરા, મનીષ શાહ, મનોજ દોશી, આકાશ ભાલાણી, અક્ષત પારેખ, આકાશ મહેતા, અમીષ દોશી, અમીત લાખાણી, ચેતન કામદાર, ચિરાગ ઉદાણી, દર્શન દેસાઈ, દર્શન શાહ, ધૈર્ય પારેખ, ધર્મેશ શાહ, ધવલ ગાંધી, દિવ્યેશ દોશી, દિશીત મહેતા, બકુલેશ મહેતા, ભરત દોશી, ભરત કાગદી, ભરત પારેખ, ભાગ્યેશ મહેતા, ભાવિક વોરા, ભાવિન ઉદાણી, દિવ્યેશ ગાંધી, હેમલ કામદાર, હેમલ પારેખ સહિતના કાર્યરત બન્યા છે.