માત્ર જૈન સમાજના ખેલૈયાઓ માટે તદ્દન પારિવારીક વાતાવરણમાં રાસોત્સવ યોજાશે
પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમની ટીમ યુવાધનને સંગીતની ધુન પર ડોલાવશે, નવ દિવસ સુધી વિવિધ સ્પર્ધાઓ, પ્રેક્ષકો માટે સ્ટેડિયમ જેવી બેઠક વ્યવસ્થા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૈન સમાજના ભાઈ-બહેનો માટે જૈનમ દ્વારા પાંચ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તા.15 ઓકટોબર થી 24 ઓકટોબર દરમિયાન જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું 150 ફુટ રીંગ રોડ, પારીજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.
જૈનમની વિશેષતા અને ખાસ વાત એ છે કે પારીજાત પાર્ટી પ્લોટના 3 લાખ સ્કેવર ફુટના વિશાળ ગ્રાઉન્ડમાં કોઈપણ જાતના વ્યવાસાયિક હેતુ વગર આ આયોજન કરવામાં આવી રહયું છે. આ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવા સુપ્રસિઘ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના સાંજીદાઓ તથા યુ ટયુબ તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ સિંગર ઉમેશ બારોટ, વર્સેટાઈલ સિંગર પ્રીતી ભટ્ટ, સિંગર પરાગી પારેખ, ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર, વિશાલ પંચાલ-અમદાવાદના વર્સેટાઈલ સિંગર તેમજ ફયુઝન સીંગર નમ્રતા ગોસલીયા જેવા પ્રખ્યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતના તાલે ડોલાવશે.
ગરબે રમીને માતાજીની આરાધના કરતા યુવા હૈયાઓને ડોલાવવા 1,00,000 ડી.એ.એસ. લાઈન એરે થ્રી વે સાઉન્ડ સીસ્ટમ આ નવરાત્રીનું જમા પાસું છે. જેમા સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ ગત નવરાત્રી મહોત્સવની જેમ કરાશે.
ખેલૈયા ભાઈ-બહેનો માટે પ્રતિ વર્ષની જેમ દરરોજ ડેકોરેટીવ ગરબા, બેસ્ટ ટ્રેડીશ્ર્નલ ડ્રેસ, બેસ્ટ આરતી થાળી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી, સાફા-પાઘડી, ચુડી બિંદી, હેરસ્ટાઈલ,બોયસ બિયરડ, દેશભકિત થીમ ઉપર ડ્રેસ સહીતની અનેક સ્પર્ધાઓ યોજાશે. વધુમાં બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ, વેલડ્રેસ જેવા અનેક ઇનામો નવ દિવસ દરમિયાન અપાશે. આ વર્ષે નવરાત્રી મહોત્સવનો મેગા ફાઈનલ દશેરાના દિવસે યોજાશે. જેમાં નવ દિવસના વિજેતા બનેલા ખેલૈયાઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ યોજાશે. મેગા ફાઈનલમાં વિજેતા બનનારને જૈનમ ગ્રુપ અને સ્પોન્સરો દ્વારા લાખેણા ઈનામો આપવામાં આવશે.
ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ સિવાય નવરાત્રી મહોત્સવને નિહાળવા આવનાર સભ્યો માટે પણ આરામ દાયક બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
જૈનમ યુવા ધનને ઘ્યાનમાં રાખી ગ્રાઉન્ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્ફી ઝોન પણ તૈયાર કરશે જેની થીમ નવ દિવસ દરમ્યાન અલગ અલગ હશે. આ નવરાત્રી મહોત્સવ સમગ્ર જૈન પરિવારનાં સદસ્યો માણી શકે તે માટે સીઝન પાસ જેની કિંમત રૂા.1400 ફુડ કુપન સાથે અને ફુડ કુપન વગરનાં સીઝન પાસ જેની કિંમત રૂા.1000 થી ઉપલબ્ધ કરાવાશે. ફકત જોવા માટે સીઝન પાસ રૂા.300 રાખવામાં આવ્યા છે.
આ નવરાત્રી મહોત્સવમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, પ્રાઈમ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્ર્યલ ગ્રુપ, મીડટાઉન સંગીન, ડાઉનટાઉન સંગીની, એલીટ સંગીની તથા પ્રાઈમ સંગીની જોડાનાર છે.
પાસ માટે ફોર્મ મેળવી અને ભરીને પરત કરવાનાં સ્થળોમાં (1)જૈનમ મધ્યસ્થ કાર્યાલય – કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, 27/38 ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલ પાછળ, રાજકોટ, (2)શ્રી અંબા આશ્રિત સારીઝ – દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. (3) જૈન બ્રાઈટ સ્ટીલ ટ્રેડર્સ : ધારેશ્ર્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ. (4) તપસ્વી સ્કુલ : 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (5) શિતલ જ્વેલર્સ : 9-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ,રાજકોટ. (6) મીહીરભાઈ શેઠ : લેવલ-6, ઈમ્પીરીયલ હાઈટ્સ સામે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ (7)હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ. (8) ઉર્મિ એમ્પોરીયમ : 22-સદ્ગુરૂૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ. (9)ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ : (મોડર્ન ગ્રુપ), 103-વર્ધમાન કોર્મિશયલ, સાધુ વાસવાણી રોડ, (10) કૌશલ્યમ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ પ્રાઈસ રીટેઈલ પોઈન્ટ), 20/26 ન્યુ જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહીતી માટે જીતુ કોઠારી – 98250 76316, સુજીત ઉદાણી – 98246 50501 તથા જયેશ વસા – 98240 45601 ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.