ઉદ્ઘાટકો, સમાજ શ્રેષ્ઠીઓ, જૈનમ કમિટી પરિવાર, ખેલૈયાઓની બહોળી હાજરી વચ્ચે યોજાઈ ઓપનીંગ સેરેમની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ-2024નો પહેલા નોરતાનાં પાવન દિવસે એક ધમાકેદાર ઓપનીંગ સેરેમની યોજી ઉદ્ઘાટકોનાં વરદહસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, ભાતીગળ સાફામાં સજ્જ ઉદઘાટકો દ્વારા રીબીન કાપીને ખુલ્લો મુકાયેલા નવરાત્રી મહોત્સવ આ વર્ષે ખેલૈયાઓને ખૂબ આનંદ કરાવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન બાદ તમામ મહેમાનશ્રીઓએ વિન્ટેજ કાર અને ઓપન જીપમાં સવાર થઈને તમામ લોકોનું અભિવાદન જીલ્યું હતું. આ તકે નાની બાળાઓ દ્વારા માં નવદુર્ગાનાં નવ સ્વરૂપ સાથે ભારત માતાની વેશભુષા થી સજ્જ બાળાઓ સૌથી મોખરે જોડાયા હતા. માતાજીની આરાધના સાથે માં ભારતીની સાધના પણ કરવામાં આવી હતી. તમામ મહેમાનશ્રીઓએ તીરંગો લહેરાવીને માહોલમાં દેશ ભકિતનો રંગ ભરી દીધો હતો. સંગીતની સુરાવલીઓ અને ફટકડાની ધુમ વચ્ચે યોજાયેલ આ સેરેમનીમાં તમામ ઉદ્ઘાટકશ્રીઓ આરતીમાં જોડાયા હતા. અને માતાજીનાં ગરબાનાં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ રાસોત્સવને ઉદ્ઘાટકો સર્વશ્રી શ્રીમતિ દામીનીબ્ોન કામદાર, હિતેશભાઈ મહેતા, વિભાશભાઈ શેઠ, જયભાઈ ખારા, જેનીશભાઈ અજમેરા, શૈલેષભાઈ માંઉ, ચંદ્રકાંતભાઈ શેઠ સહીતનાં મહાનુભાવોનાં હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે જૈનમ પરિવારનાં તમામ કમીટી મેમ્બરો એક સરખા વસ્ત્ર પરિધાન કરી, ખેલૈયાઓ રંગબ્ોરંગી ભાતીગણ વેશભુષામાં જોડાયા હતા. આ તકે તીરંગાની થીમ ઉપર આધારીત રંગીન બલુન થી સજાવટ કરવામાં આવી હતી. યોજાયેલ ઓપનીંગ શેરેમનીમાં સૌથી મોખરે ભારતમાતા બનેલ બાળા અને ત્યારબાદ માં જગદંબાનાં નવદુર્ગા સ્વરૂપ એવી નવ બાળાઓ વિવિધ સ્વરૂપે જોડાયેલ હતા. ધમાકેદાર મ્યુઝીક અને લાઈટીંગ માધ્યમથી રેલી સ્વરૂપે આ સેરેમની યોજાઈ હતી.આજે યોજાયેલ પ્રથમ નોરતે ખેલૈયાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈને રાસોત્સવની મોજ માણી હતી. નાના બાળકો, યુવાનો, મહીલાઓ ઉપરાંત સીનીયર સીટીઝન પણ ખુબ હોંશભેર સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. વિવિધ રંગી પાઘડીઓ, ટ્રેડીશ્નલ સાથે લેટેસ્ટ ડીઝાઈનીંગનાં વસ્ત્રોનાં સમન્વય સાથે પરિધાનમાં સજ્જ ખેલૈયાઓથી રાસોત્સવનું મેદાન શોભી રહયું હતું. વિવિધ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ફેસબ્ુાક અને યુ ટયુબ ઉપર આ જૈનમ કામદાર નવરાત્રી રાસોત્સવ નાં તમામ દિવસોનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહયું છે જેનો પણ લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહયા છે. સંગીતકાર પંકજભાઈ ભટ્ટની આગેવાનીમાં સાંજીદાઓની ટીમ દ્વાર ધમાકેદાર સંગીતની સુરાવલીઓ વચ્ચે ગાયક કલાકારોએ ઉપસ્થિત તમામ લોકોને રાસે રમવા મજબ્ુાર કરી દે તેવું વાતાવરણ ઉભુ કરેલ હતું.
આજનાં પ્રથમ દિવસે યોજેલ રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ હીત શાહ, બીજા નંબરે કળશ મહેતા, ત્રિજા નંબર પ્રિયાંશ શાહ જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ અમી કોઠારી, બીજા ક્રમે રિયા દોશી અને ત્રિજા ક્રમે રૂચીરા મહેતા તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે ધ્યેય શેઠ, બીજા નંબરે આદીત્ય પટેલ, ત્રિજા ક્રમે રીસીવ મહેતા અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે જીનલ ઝાટકીયા, બીજા નંબરે માન્યા શાહ, ત્રિજા નંબરે હેત્વી દોશી વિજેતા બન્યા હતા. જ્યારે વેલડે્રસ પ્રિન્સમાં પ્રથમ નંબરે દિપેશ માવાણી, બજિા નંબરે ધવલ કોઠારી, ત્રિજામાં હર્ષ મહેતા અને વેલડે્રસ પિન્સેસમાં પ્રથમ નંબરે શ્વેતા કોઠારી, બીજા નંબરે સુનીધી ઉદાણી અને ત્રીજા નંબરે ભવ્યા કોઠારી ઉ5રાંત વેલડે્રસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે જૈનમ પાટડીયા, બીજા નંબરે ક્રિશીવ શાહ, ત્રીજા નંબરે પ્રશીન શાહ અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર આશ્વી મહેતા, બીજા નંબરે તનીષ્કા મહેતા, ત્રીજા નંબરે સૌમ્યા શેઠ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તમામ વિજેતા ખેલૈયાઓને મહાનુભાવોનાં વરદહસ્તે ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું, નવેય દિવસનાં ડેઈલી વીજેતા થયેલ ખેલૈયાઓ વચ્ચે દશેરાનાં દિવસે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે. છેલ્લા સમયથી જૈનમ સાથે સંકળાયેલા ગાયક કલાકાર પરાગીબ્ોન અમર (પારેખ) કે જેઓ બરોડાનાં રહેવાસી છે તેઓ દર વર્ષે જૈનમ નવરાત્રી મહોત્સવ સાથે સંકળાયેલા રહયા છે આ વખતે તેમની પૂર્ણ અનુકુળતા ન હોવા છતા જૈનમ પરિવારનાં આગ્રહને સ્વીકારીને તેઓ આગામી તા.5,6 અને 7 નાં રોજ જૈનમ રાસોત્સવનાં ખેલૈયાઓને પોતાના કંઠનાં કામણ થી રાસે રમાડવા ખાસ ઉપસ્થિત રહેવાનાં છે તો જૈનમનાં ખેલૈયાઓને ખાસ જોડાવવા આગ્રહ ભરી વિનંતી છે.